New Delhi તા.24
ગેરરીતિ આચરી બીજાના નામે સિમકાર્ડ લેનારાઓ પર સરકાર સખ્ત બની છે. દુરસંચાર વિભાગ આવા લગભગ 68 હજાર મોબાઈલ દરરોજ બંધ કરી રહ્યો છે. ગત ત્રણ મહિનામાં આવા 61 લાખથી વધુ સિમકાર્ડ બંધ કરવામાં આવ્યા છે. આવા નંબરોથી છેતરપીંડીને અંજામ આપવામાં આવી રહ્યા છે.
વિભાગના અનુસાર આવા 41.14 લાખ કેસની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ આ નંબરોને કાયમી રીતે બંધ કરી દેવામાં આવશે. દૂરસંચાર વિભાગને પોર્ટલ અને એપના માધ્યમથી 2.48 કરોડથી વધુ ફરિયાદો મળી છે. આમાંથી 62 લાખ 39 હજાર 700થી વધુ ફરિયાદો જુલાઈથી અત્યાર સુધી નોંધવામાં આવી છે. તેમાંથી લગભગ 61.30 લાખ નંબરને બંધ કરી દેવામાં આવ્યા છે.
જેમના નામે સિમકાર્ડ લેવાયા તેમને જાણકારી પણ નહીંઃ નંબરને લઈને લોકોએ એ શ્રેણીમાં ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં સિમ તો તેમના નામે લેવાયું છે પણ તેનો ઉપયોગ તેમણે કયારેય કર્યો નહોતો તેમને તેની જાણકારી પણ નહોતી. આનો મતલબ એ હતો કે કોઈ વ્યક્તિએ તેની ઓળખપત્રનો ખોટો ઉપયોગ કરી સિમ હાંસલ કરી લીધું અને તેનો ઉપયોગ કરી રહ્યો હતો.