New Delhi તા.24
સ્લીપર કલાસમાં સફર કરતા યાત્રીઓ માટે રેલવેએ એક મોટી રાહતની ખબર આપી છે. હવે વેઈટીંગ ટિકીટની સમસ્યાને નિવારવા માટે રેલવેએ દેશભરમાં એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત નવ ટિકીટ બુકીંગ સિસ્ટમ લાગુ કરી શકે છે.
આ નવી ટેકનિકની મદદથી યાત્રીઓને એ અગાઉથી જાણકારી મળી રહેશે કે તેમની ટિકીટ કન્ફર્મ છે કે નહીં. વરિષ્ઠ ક્ષેત્ર વાણિજય વ્યવસ્થાપક તિવારીએ જણાવ્યું હતું કે રેલવે મોટી સંખ્યામાં યાત્રીઓને સેવા આપે છે. પરંતુ વેઈટીંગ ટિકીટના કારણે યાત્રીઓને અનેક વાર પરેશાનીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને સ્લીપર કલાસના યાત્રીઓને વધુ અસર થાય છે.
આ નવી વ્યવસ્થાથી હવે તેમને સમયસર જાણકારી અને બહેતર સુવિધા મળશે. એઆઈ પર આધારિત આ સિસ્ટમ આઈઆરસીટીસીની વેબસાઈટ અને એપ પર લાગુ કરાઈ છે. જયારે કોઈ યાત્રી ટિકીટ બુક કરાવે છે અને તે વેઈટીંગમાં આવે છે તો આ નવી એઆઈ સીસ્ટમ તરત તેને જણાવી દે છે કે તેમની ટિકીટ કન્ફર્મ થવાની કેટલી સંભાવના છે.
આ સિસ્ટમ ટ્રેનની સીટ, રદ થયેલ ટિકીટ, તારીખ વગેરેનું વિશ્લેષણ કરી અનુમાન લગાવે છે. આ ઉપરાંત યાત્રીને મોબાઈલ અને ઈ-મેલથી સતત અપડેટ મોકલે છે.
નવરાત્રિ દરમિયાન ઉપવાસ-વ્રત રાખનાર ટ્રેનના યાત્રીઓ માટે ભોજન માટે મેનમાં ખાસ આઈટમ તૈયાર કરી છે. જેમાં ઉપવાસ-વ્રત રાખનાર યાત્રી માટે ભોજનમાં ફરાળી આહાર- સાબુદાણાની ખીચડી, મોટા સાબુદાણા, બર્ફી, લસ્સી, સૂકા મખાના, વ્રતમાં આવતી શાકભાજી, મગફળી, નમકીન, સાદા દહીંનો સમાવેશ થાય છે.
અહીં ઓનલાઈન અને ઓન પેમેન્ટની વ્યવસ્થા રેલવેએ કરી છે. ઓર્ડર આપવા પર યાત્રીને તેના જ બર્થ પર મળી જશે. આ સાત્વિક-ફરાળી ડીસની કિંમત 100થી200 રૂપિયા છે.