સોના–ચાંદીના વાયદામાં ઊંચા મથાળે થાક ખાતી તેજીઃ સોનાનો વાયદો રૂ.580 અને ચાંદીનો વાયદો રૂ.1,017 ઘટ્યો
ક્રૂડ તેલના વાયદામાં રૂ.66નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.28768.9 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.161732.2 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.25436.42 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 26600 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.190502.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28768.9 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.161732.2 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 26600 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1498.34 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.25436.42 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.113500ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.113838 અને નીચામાં રૂ.113166ના સ્તરને સ્પર્શી, રૂ.113836ના આગલા બંધ સામે રૂ.580 ઘટી રૂ.113256ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.504 ઘટી રૂ.91400ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.96 ઘટી રૂ.11352 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.530 ઘટી રૂ.113185ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.113538ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.114171 અને નીચામાં રૂ.113450ના સ્તરને સ્પર્શી, રૂ.114084ના આગલા બંધ સામે રૂ.556 ઘટી રૂ.113528ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.134626ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.135353 અને નીચામાં રૂ.133841ના મથાળે અથડાઈ, રૂ.135062ના આગલા બંધ સામે રૂ.1017 ઘટી રૂ.134045ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.903 ઘટી રૂ.134080ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.908 ઘટી રૂ.134088ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1834.28 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3683ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3713 અને નીચામાં રૂ.3669ના મથાળે અથડાઈ, રૂ.22 વધી રૂ.3704ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5660ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5707 અને નીચામાં રૂ.5629ના સ્તરને સ્પર્શી, રૂ.5632ના આગલા બંધ સામે રૂ.66 વધી રૂ.5698 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.67 વધી રૂ.5700ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.2.6 ઘટી રૂ.251 થયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.2.7 ઘટી રૂ.250.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.976.5ના ભાવે ખૂલી, રૂ.5.9 ઘટી રૂ.970.2ના સ્તરે પહોંચ્યો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2534ના ભાવે ખૂલી, રૂ.38 ઘટી રૂ.2600ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.16040.70 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.9395.73 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.787.57 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.134.91 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.11.85 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.317.61 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.17.34 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.436.77 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1380.17 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.9.50 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.1.28 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19396 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 52335 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 18774 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 227407 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 21083 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19968 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 48447 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 157267 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 2043 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 12531 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 45780 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો 26780 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 26780 પોઇન્ટના સ્તર અને નીચામાં 26600 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 136 પોઇન્ટ ઘટી 26600 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.38.8 વધી રૂ.180.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 70 પૈસા ઘટી રૂ.16.05 થયો હતો.
સોનું ઓક્ટોબર રૂ.115000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.112.5 ઘટી રૂ.2151.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.142.5 ઘટી રૂ.52ના ભાવે બોલાયો હતો. તાંબું ઓક્ટોબર રૂ.920ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.51 ઘટી રૂ.9.41 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.36.45 વધી રૂ.179.5ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 50 પૈસા ઘટી રૂ.16.15ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.114000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.104 ઘટી રૂ.2310ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની સપ્ટેમ્બર રૂ.135000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.638.5 ઘટી રૂ.698ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.25.2 ઘટી રૂ.133.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 80 પૈસા વધી રૂ.7.25ના ભાવે બોલાયો હતો.
સોનું ઓક્ટોબર રૂ.107000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.62 વધી રૂ.310 થયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.133000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.29.5 વધી રૂ.535.5 થયો હતો. તાંબું ઓક્ટોબર રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 12 પૈસા વધી રૂ.6.18ના ભાવે બોલાયો હતો. જસત ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 52 પૈસા વધી રૂ.3.58 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.21.3 ઘટી રૂ.137.2ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 75 પૈસા વધી રૂ.7.25 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.113000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.155.5 વધી રૂ.1862ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની સપ્ટેમ્બર રૂ.134000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.121 વધી રૂ.990 થયો હતો.