Kolkata ,તા.25
ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને છ વર્ષ બાદ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (સીએબી)ના અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યાં છે. સોમવારે, તેઓ અને તેમની આખી પેનલ બિનહરીફ ચૂંટાયા હતાં.
આ પ્રસંગે ગાંગુલીએ એમ પણ કહ્યું હતું કે, આવતાં વર્ષે ટી-20 વર્લ્ડ કપ પહેલાં ઈડન ગાર્ડન્સ ગ્રાઉન્ડની ક્ષમતા વધારીને એક લાખ કરવી અને વર્લ્ડ કપની મહત્વની મેચોનું આયોજન કરવું પણ ટોચની પ્રાથમિકતા છે.
નવેમ્બરમાં રમાનારી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ પણ તેમાંથી એક છે, જે 2019ની પિંક બોલ મેચ બાદ પ્રથમ ટેસ્ટ હશે. ગાંગુલીએ બંગાળ ક્રિકેટને મજબૂત કરવાની અને હાવડાના ડુમુરજલા ખાતે અત્યાધુનિક ક્રિકેટ એકેડમીની સ્થાપનાની પણ જાહેરાત કરી હતી.
ગાંગુલી 2015-2019 સુધી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ પણ હતાં. તેઓ 2019 થી 2022 સુધી બીસીસીઆઈના અધ્યક્ષ પણ હતાં.