New Delhi તા.25
રાજસ્થાન અને કર્ણાટક હાઈકોર્ટે ટેકસ પેયર્સને મોટી રાહત આપતા બુધવારે કેન્દ્રીય બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ (સીબીડીટી)ને ટેકસ ઓડીટ રિપોર્ટ (ટીએઆર)ની અંતિમ તારીખ 31 ઓકટોબર 2025 સુધી વધારવાનો આદેશ આપ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટમાં કેસની આગામી સુનાવણી 27 ઓકટોબરે થશે.
ભીલવાડાના ટેકસ બાર એસોસીએશનનાં અધ્યક્ષ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમિત શેઠે જણાવ્યું હતું કે રાજસ્થાન હાઈકોર્ટે સરકારને ટેકસ ઓડિટ રિપોર્ટની ડેડલાઈન વધારવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે આ અમારા માટે મોટી રાહત છે.
રાજસ્થાન હાઈકોર્ટનો આદેશ 30 સપ્ટેમ્બરની ટેકસ ઓડીટ રિપોટ ડેડલાઈન પહેલા આવ્યો છે. અમને આશા છે કે સરકાર આ આદેશ બાદ તરત કાર્યવાહી કરશે અને ડેડલાઈનને 31 ઓકટોબર સુધી વધારશે.
કર્ણાટક સ્ટેટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એસોસીએશન (કેએસસીએએ)એ પણ કર્ણાટક હાઈકોર્ટમાં ટેકસ ઓડીટ રિપોર્ટની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓકટોબર કરવા માટે એક રિટ અરજી દાખલ થઈ હતી. કર્ણાટક હાઈકોર્ટે પણ ડેડલાઈન 31 ઓકટોબર સુધી વધારવાનો આદેશ આપ્યો છે.
ટેકસ ઓડિટ રિપોર્ટ શું છે?
સેકશન 44 એબીની જરૂરીયાતના હિસાબે ચાર્ટર્ડ એકાઉન્ટસ દ્વારા ટેકસ પેયરનાં ખાતાને જે ઓડીટ કરવામાં આવે છે તેને ઓડીટ કહે છે. ઓડીટનો ઉદેશ ઈન્કમટેકસ કાયદાની અલગ અલગ જોગવાઈઓનુ પાલન અને અન્ય જરૂરિયાતોને પુરી કરવાનું છે.
કયા ફોર્મનાં ઉપયોગ થાય છે
ટેકસ ઓડીટ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પોતાની તપાસ, ટિપ્પણીઓ વગેરે ઓડીટ રિપોર્ટ તરીકે આપવાની હોય છે. ટેકસ ઓડીટનો રિપોર્ટ ચાર્ટડ એકાઉન્ટન્ટે ફોર્મ નં.3સીએ/3 સીબી અને 3 સીડીમાં આપવાનો હોય છે.