New Delhi,તા.25
કેન્દ્ર સરકારે પ્લેન સિલ્વર જવેલરીની આયાત પર નવા પ્રતિબંધ લગાવી દીધા છે. ડાયરેકટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે બુધવારે આનું નોટીફીકેશન જાહેર કર્યું હતું. આનો ઉદેશ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટસનો દુરૂપયોગ રોકવા અને તૈયાર જવેલરીની આડમાં મોટી યાત્રામાં સિલ્વરની આયાત પર અંકુશ લગાવવાનો છે.
નવા ફ્રેમવર્ક અંતર્ગત પ્લેન સિલ્વર જવેલરીની આયાત હવે માત્ર ડીજી સેફટી તરફથી જાહેર માન્ય પ્રમાણપત્રથી જ થશે. ડીજીએફટીનાં અનુસાર એપ્રિલ-જુન 2024-25 થી એપ્રિલ-જુન 2025-26 દરમ્યાન પ્રેફરેન્શિયલ ડયુટી એકઝામ્પશન અંતર્ગત પ્લેન સિલ્વરની આયાત વધવાને ધ્યાને રાખીને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
એફટીએની જોગવીઈઓનો ભંગ કરીને કરવામાં આવી રહેલી આયાતથી દેશમાં મેન્યુફેકચરર્સ પર ખરાબ અસર પડી રહી હતી અને જવેલરી સેકટરના મોરચે પડકારો વધી રહ્યા હતા.