New Delhi, તા. 25
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ આત્મનિર્ભર ભારત તેમજ દેશનું ઉત્પાદનનું હબ બનાવવા માટે જે આયોજન કર્યુ છે તેના ભાગરૂપે હવે ફ્રાન્સની કંપની એરબસ પણ ભારતમાં તેનો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપે તેવી ધારણા છે. એટલું જ નહીં તે ભારતમાં પાયલોટ ટ્રેનીંગ અને વિમાનના સ્પેરપાર્ટસ માટે દેશના લઘુ ઉદ્યોગો માટે ખાસ આયોજન કરે તે શકયતા પણ નકારાતી નથી.
હાલ ફ્રાન્સ સહિત વિશ્વના અનેક દેશોમાં મુસાફર વિમાન એરબસનું ઉત્પાદન કરી રહ્યું છે તેમાં હવે 2030 સુધીમાં ભારતમાંથી જ બે બીલીયન ડોલરના સ્પેરપાર્ટસ આયાત કરવાની તૈયારી છે. એશિયાની સૌથી મોટી કંપનીના અધિકારીઓ પ્રથમ વખત દિલ્હીમાં આવ્યા હતા.
ખાસ કરીને ભારતમાં એવીએશનની સાથે એરસ્પેસ ઉદ્યોગ પણ વધી રહ્યો છે અને તેથી જ એરબસને તેમાં રસ પડયો છે. અગાઉમાં ચાઇનામાં તેને પોતાનો એસેમ્બલી પ્લાન્ટ સ્થાપ્યો હતો. ભારતની વિમાની કંપનીઓ દ્વારા અમેરિકન કંપની બોઇંગને મોટા ઓર્ડર અપાયા છે અને એરબસ પણ તેમાં સ્પર્ધામાં છે.
તે સમયે આગામી સમયે 1000થી વધુ મુસાફર વિમાનોમાં એરબસ મોટો હિસ્સો મેળવવા માંગે છે. 2023માં ભારતની વિમાની કંપની ઇન્ડીગોએ પ00 એરબસનો ઓર્ડર આપ્યો છે. આમ એરબસ માટે ભારત એક મોટુ ગ્રાહક બની રહ્યું છે.
ખાસ કરીને હૈદ્રાબાદ સ્થિત ટાટા એડવાન્સ સિસ્ટમ લીમીટેડ અને કર્ણાટકની ડાઇનામેટીક ટેકનોલોજીએ બંને એરબસ અને એરબોઇંગના સપ્લાયર બની રહ્યા છે.