Mumbai,તા.25
આમીર ખાન અને જેકી શ્રોફ જેવા સાથે ‘રંગીલા’ જેવી સફળ ફિલ્મ આપી બોલીવૂડમાં પ્રવેશ મેળવનારી ઊર્મિલા માતોંડકરે તાજેતરમાં જ બોલીવૂડમાં નવા આવતા કલાકારો તેમાંય ખાસ કરીને ઈન્સાઈડર અને આઉટ સાઈડર માટે અત્યંત સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું છે કે નવા આવતા કલાકારો માટે સ્ટારડમ હાંસલ કરવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.
ઊર્મિલાએ જણાવ્યું, ‘આજે નવા કલાકારોનું સ્વાગત કરવા અનેક પ્લેટફોર્મ છે. તેમનામાં અનેક તો ઘણા પ્રતિભાશાળી કલાકાર હોવા છતાં તેઓ માને છે એકલું બહાર ઊભા રહેવું-કામની રાહ જોવી એક અત્યંત મહત્ત્વનું બની ગયું છે. આ એક વિશાળ અને મુશ્કેલ પડકાર છે. આ સાથે ઊર્મિલા ઉમેરે છે, ‘સોશિયલ મીડિયાને કારણે હવે તો દરેક વ્યક્તિ એક સ્ટાર છે. તેમના ફેન્સની યાદી જુઓ. તેઓ સેલિબ્રિટી પણ છે. મને આજે સ્ટાર બનવાના સ્વપ્ના સાથે ઉદ્યોગમાં પ્રવેશતા નવા યુવા કલાકારો માટે લાગણી છે. તેમના માટે આ મુશ્કેલ છે, કે કેવી રીતે સ્ટારડમ હાંસલ કરવું. તેઓ સોશિયલ મીડિયા દ્વારા બનાવેલા ‘મહારાક્ષસ’ સામે ટકરાઈ રહ્યાં છે. ઊર્મિલાએ એવી પણ ચર્ચા કરી હતી કે કેવી રીતે કાસ્ટિંગના નિર્ણયો સોશિયલ મીડિયા ફોલોઅર્સ દ્વારા વધુને વધુ પ્રભાવિત થઈ રહ્યાં છે. ‘ઘણા કલાકારો તેમના ફોલોઅર્સ ખરીદવા માટે પ્રયત્નશીલ હોય છે. અરે, ઘણા તો ફોલોઅર્સ ખરીદી પણ રહ્યાં છે, જેને કારણે તેમનો અભિગમ વધી પણ રહ્યો છે, હું હજુ પણ માનું છું કે આ તો એક પાગલપન છે, પરંતુ દરેકને પોતાનો અભિગમ છે. બોલીવૂડ ઘણું બદલાઈ ગયું છે. હું હજુ પણ માનું છું કે પ્રતિભા એ તો નક્કી કરવામાં પ્રાથમિક પરિબળ હોવું જોેઈએ. કે કોેને કામ મળે છે. એક અભિનેતાનું મૂલ્ય તેના પ્રદર્શન પર તેની કામગીરી પર આધારિત હોવું જોઈએ, નહીં કે તેમના ફોલોઅર્સની સંખ્યા બળ પર! એમ ઉર્મિલાએ ઉમેર્યું હતું. આ સાથે તેણે કહ્યું હતું, ‘મેં કેટલીક અભિનેત્રીઓને તેમના ફોટો શૂટ પર સખત મહેનત કરકતી અને વારંવાર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી જોઈ છે, તેમના ચાહકોને વ્યસ્ત રાખવા આ ખૂબ જ સારું છે, પરંતુ મને ખાતરી નથી કે આ બાબત એક કલાકાર માટે પ્રાથમિક ધ્યાન હોવું જોઈએ, એમ તેણે ઉમેર્યું હતું.