New Delh,તા.29
રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો. એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે ભારત અને પાકિસ્તાની ટીમો ફાઇનલમાં ટકરાઈ હતી.
ભારતની જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને એક મહત્વની પોસ્ટ કરી હતી. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં કહ્યું હતીં કે “રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર”. આ સાથે, દેશભરના વિવિધ વિસ્તારોમાં લોકોએ આ જીતની ઉજવણી કરી. ઘણા રાજકારણીઓએ પણ ટીમ ઈન્ડિયાને જીત પર અભિનંદન આપ્યા.
ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક X -પોસ્ટમાં લખ્યું, “રમતગમતના મેદાન પર ઓપરેશન સિંદૂર. પરિણામ એ જ આવ્યું, ભારત જીત્યું. આપણા ક્રિકેટરોને અભિનંદન.”
મેદાન ગમે તે હોય, ભારતની જીત નિશ્ચિત છેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર લખ્યું, “એક અદ્ભુત વિજય. આપણા છોકરાઓની જબરદસ્ત ઉર્જાએ ફરી એકવાર વિરોધીઓને હરાવી દીધા છે. ભારતની જીત નિશ્ચિત છે, ભલે ગમે તે મેદાન હોય.”