New Delhi,તા.29
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના અનેક રાષ્ટ્રવડાઓ સાથે મિત્રતાભર્યા સંબંધો ધરાવે છે અને તેમાં ઈટલીના વડાપ્રધાન જયોર્જીયા મેલોનીનો પણ સમાવેશ થાય છે. તેમાં હવે આ સંબંધો એક નવી ઉંચાઈએ પહોંચ્યા છે. જેમાં જયોર્જીયા મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના ખુદ વડાપ્રધાન મોદીએ લખી છે.
વાસ્તવમાં મેલોનીએ જ કહ્યું છે કે, મારી આત્મકથા એ વડાપ્રધાન મોદીના રેડીયો શો `મન-કી-બાત’ માંથી પ્રેરણા લઈને જ લખી છે. આ આત્મકથાનું ટાઈટલ માય-રૂટસ-માય પ્રિન્સીપલ્સ, તો ભારતીય ભાષામાં એડીશન પણ ટુંક સમયમાં આવશે.
વડાપ્રધાન મોદીએ લખ્યુ છે કે, આ આત્મકથાની પ્રસ્તાવના લખવી એ મારા માટે એક ખૂબજ સન્માનની વાત છે. હું મેલોની પ્રતિ સન્માન, પ્રશંસા અને મિત્રતા સાથે એવું કરી રહ્યો છું. વડાપ્રધાને પ્રસ્તાવનામાં મેલોનીને દેશભકત અને ઉત્કૃષ્ટ સમકાલીન નેતા ગણાવ્યા છે.
વડાપ્રધાને આ પ્રસ્તાવનામાં લખ્યું છે કે, આ પુસ્તક ભારતીયોને પણ આકર્ષીત કરશે. અમેરિકામાં આ આત્મકથા જૂન 2025માં પ્રસિદ્ધ થઈ છે જેથી પ્રસ્તાવના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનીયરે લખી છે.

