દૂબળો,પોતડીયો ગાંધી ક્યારેય વીક નહીં
પારકા ખભ્ભે ક્યારેય પણ બંદુક નહીં
સત્ય કહેવામાં કદી કોઈનીય બીક નહીં
પોતે સ્વયં જ બની જાઓ ને પરિવર્તન
આચરણ જેવી તો કોઈ પણ કિક નહીં
ગાંધીથી એટલું તો શીખીએ આપણે સૌ
ઠીક નથી તેને તરત જ કહો, ઠીક નહીં
ગાંધી એટલે વ્યક્તિ જ નહીં પણ વિચાર
અહીંસા જેવી કોઈ હિંસા સામે ટ્રીક નહીં
સત્ય જ છે સદાનું વિજેતા યુગોયુગોથી
જેની કને સત્ય નથી ,તે કદી નિર્ભિક નહીં
ભલે છપાયો નોટ પર,સાધન બન્યો વોટનું
દૂબળો,પોતડીયો ગાંધી ક્યારેય વીક નહીં
-મિત્તલ ખેતાણી(મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय‘માં થી