Hyderabad, તા. 4
ઓછી વસ્તી હોવા છતાં, જૈન સમુદાય ભારતીય અર્થતંત્રનો કરોડરજ્જુ બનીને ઉભરી આવ્યો છે. હૈદરાબાદમાં તાજેતરમાં યોજાયેલા જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કનેક્ટ 2025માં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દેશના કુલ કર સંગ્રહમાં જૈન સમુદાય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, `ભારતીય અર્થતંત્રમાં જૈન સમુદાયનું યોગદાન નોંધપાત્ર છે. તેઓ વસ્તીના માત્ર 0.5 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ કરમાં આશરે 24 ટકા ફાળો આપે છે. પછી ભલે તે ફાર્માસ્યુટિકલ્સ હોય, ઉડ્ડયન હોય કે શિક્ષણ, જૈન સમુદાય બધામાં અગ્રેસર છે.’
રાજનાથ સિંહે જૈન સમુદાયના આ યોગદાનને ભારતના વિકાસમાં મુખ્ય પરિબળ ગણાવ્યું. તેમણે કહ્યું કે જૈન સમુદાય જેવા મહેનતુ અને સમૃદ્ધ સમુદાયની ભાગીદારીથી, ભારત ટૂંક સમયમાં રમકડાંથી લઈને ટાંકી સુધી બધું જ ઉત્પાદન કરતી વિશ્વની ફેક્ટરી તરીકે ઉભરી આવશે.
આ આંકડો જૈન સમુદાયની આર્થિક શક્તિને પ્રતિબિંબિત કરે છે. તેમની ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને, સમુદાય પરંપરાગત રીતે વેપાર અને વાણિજ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જૈન સમુદાયે માત્ર કરમાં યોગદાન આપ્યું નથી પરંતુ દેશના ઘણા મોટા વ્યવસાયોને પણ આગળ ધપાવ્યા છે.
જૈન ફાર્મા, ઉડ્ડયન, ઘરેણાં, રિયલ એસ્ટેટ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. સન ફાર્માના દિલીપ સંઘવી, ઇન્ડિગો એરલાઇન્સના રાકેશ ગંગવાલ અને જૈન ઇરિગેશનના ભવરલાલ જૈન જેવા નામો ભારતીય ઉદ્યોગમાં ધૂમ મચાવી રહ્યા છે.
નાણાકીય વર્ષ 2025-26 માં ચોખ્ખી બિન-કોર્પોરેટ કર વસૂલાત 5.8 લાખ કરોડ હતી. આમાં વ્યક્તિઓ, ઇંઞઋ અને કંપનીઓનો સમાવેશ થાય છે. આ પાછલા વર્ષની સરખામણીમાં 9.18 ટકા ની વૃદ્ધિ દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, ઍસ્ટ્રોનોમી અને ઍસ્ટ્રોફિઝિક્સ ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિશ્વમાં પ્રતિષ્ઠિત ગણાતી ઇન્ટરનેશનલ ઍસ્ટ્રોનોમી ઍન્ડ ઍસ્ટ્રોફિઝિક્સ કોમ્પિટિશન (IAAC) 2025ની જુનિયર કેટેગરીમાં મુંબઈના જૈસલ શાહે સિલ્વર ઑનર પ્રાપ્ત કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૈન સમુદાય શિક્ષણથી માંડીને આરોગ્ય સુધીના ક્ષેત્રોમાં સમાજ સેવામાં પણ અગ્રેસર રહેતું હોય છે અને વેપાર-ધંધાથી માંડીને ઉદ્યોગોમાં આગવું નામ ધરાવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઇ જેવા મેટ્રો શહેરો તથા રાજ્યોમાં મોટી વસ્તી સાથે આર્થિક વિકાસમાં પણ મોટુ યોગદાન આપે છે.