(૧) મેષ :–
રાજકીય ક્ષેત્રની વ્યક્તિ, જાહેર ક્ષેત્રના લોકો તેમજ સેલેબલ વ્યક્તિ માટે આ સપ્તાહ મધ્યમ અથવા પ્રતિકૂળ જણાશે. આ સપ્તાહ દરમિયાન અધૂરા રહી ગયેલા, ઉદ્યોગ-ધંધાના દસ્તાવેજી કામકાજ પૂરા થઈ જાય તેવી પૂર્ણ સંભાવના છે. શેરબજાર તથા વાયદા બજારના જાતક માટે આ સપ્તાહ આંશિક લાભદાયી નીવડે તેવી પૂરી શક્યતા. ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક તથા સેલ્યુલર સર્વિસીઝ એવમ ઇન્ટરનેટ સંબંધિત એકમના તમામ જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે તેવી પૂર્ણ સંભાવના છે. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ઉત્તમ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. વિદ્યાર્થી, મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૧૬ ઓક્ટોબર સરેરાશ નીવડશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ :–
સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અપેક્ષા કરતા વધારે લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના છે. ખાનગી એકાઉન્ટન્સી, બેંક, વીમા કંપની જેવા એકમના જાતક માટે અનેકવિધ નવી તક મળવાની શક્યતા સાથે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ ભાગદોડવાળું તથા હળવું સાનુકૂળ નીવડશે. વ્યાપાર ક્ષેત્રે છૂટક વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. આ સિવાયના, અન્ય વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ભાગદોડવાળું તથા સરેરાશ જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી, વર્કિંગ વુમન માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે. ૧૧ ઓક્ટોબર સામાન્ય જણાશે.
(૩) મિથુન :–
ઈ-કોમર્સ પેકેજિંગ મટિરિયલ એવમ તેના પેકિંગ વેસ્ટના વ્યાપારિક એકમના જાતક એવમ ધાતુના સ્ક્રેપ તથા જૂની ચીજવસ્તુઓના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. કલા સંબંધિત તમામ એકમ તથા તેના એસોસિએટ એકમના જાતક માટે પણ આ સપ્તાહ લાભકારક નીવડશે. આ સિવાયના, અન્ય તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે તથા નાના-મોટા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. પરિવારમાં સુખ-શાંતિ યથાવત જણાશે. મહિલાકર્મી, ગૃહિણી, વિદ્યાર્થી, નિવૃત્ત માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. ૧૩ ઓક્ટોબર મધ્યમ રહેશે.
(૪) કર્ક :–
હેવી & હ્યુજ કન્સ્ટ્રક્શન કંપની એવમ સિવિલ એન્જિનિયરિંગ એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. ઇન્ડસ્ટ્રીયલ સ્ક્રેપ (ભંગાર)ના એકમ માટે આ સપ્તાહ લાભકારી પરંતુ અતિ ભાગદોડવાળું નીવડશે. આ સિવાયના અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક એવમ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ દોડધામવાળું તથા ભારે વ્યસ્ત નીવડશે. પરિશ્રમવાળા વ્યાપારિક એકમના જાતક માટે અર્ધ-લાભદાયક સપ્તાહ છે. સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત તેમજ મહિલાકર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૧૪ ઓક્ટોબર સરેરાશ રહેશે.
(૫) સિંહ :– આ સપ્તાહ દરમિયાન તમામ વર્ગ તથા વિવિધ વિભાગ તથા વિવિધ પદના સરકારી કર્મચારી માટે ભારે દોડધામ થવાની સંભાવના સાથે બદલી, બરતરફી જેવા સંયોગોની પૂર્ણ સંભાવના. વૂડન ઉત્પાદના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ પ્રતિકૂળ અને સરેરાશ રહે તેવી પૂર્ણ સંભાવના છે. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાવ સાનુકૂળ અથવા સરેરાશ નીવડશે. પરિવારમાં મતભેદની શક્યતા છે. ગૃહિણી તથા નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૧૬ તથા ૧૭ ઓક્ટોબર સાધારણ નીવડશે.
(૬) કન્યા :– પરિશ્રમી વર્ગ એવમ કારીગર વર્ગ માટે આ આખું સપ્તાહ કામકાજથી અતિશય વ્યસ્ત એવમ બહુ લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સપ્તાહ દરમિયાન આવકના નવા સ્ત્રોત મળશે તેવી પૂરી શક્યતા. આ સપ્તાહ દરમિયાન શક્ય હોય તો, કંઈ પણ ઉધાર (કરજ) અથવા ઉછીનું ન લેવું. ઉતાવળિયા લોકોએ થોડી ધીરજ રાખવી. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ લાભદાયક પરંતુ ભારે દોડધામવાળું નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી તથા મહિલાકર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૧૩ તથા ૧૫ ઓક્ટોબર મધ્યમ રહેશે.
(૭) તુલા :– આ સપ્તાહ દરમિયાન અણધાર્યા લાભ મળશે તેવી પૂરી શક્યતા તથા અટકી કે અધૂરા રહી ગયેલ સરકારી દસ્તાવેજી કામકાજ પૂર્ણ થવાની પૂરી શક્યતા. રિયલ્ટી એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. હેવી & હ્યુજ મશીનરીથી ચાલતા ઔદ્યોગિક એકમ તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક તથા નાના-મોટા તમામ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. ગૃહિણી, મહિલાકર્મી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકારી રહેશે. ૧૫ ઓક્ટોબર સામાન્ય રહેશે.
(૮) વૃશ્ચિક :– કેમિકલ એકમના જાતક તથા પ્રવાહી ખાદ્ય-પેય એવમ પ્રવાહી આહારના ઔદ્યોગિક એકમ તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડશે તેવી પૂરી શક્યતા. શિપિંગ એકમના જાતક તેમજ ફિશિંગ એકમના તમામ જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય તમામ કદના, તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ અર્ધ-લાભકારી નીવડશે. મિત્ર તથા સ્નેહી દ્વારા સહકાર મળે તેવી સંભાવના છે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલાકર્મી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ૧૭ ઓક્ટોબર સરેરાશ નીવડશે.
(૯) ધન :– સેલેબલ પર્સન, જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. લોજિસ્ટિક એકમના જાતક તથા કુરિયર & કાર્ગો એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. પ્રિન્ટ્સ, કાગળ, પ્રકાશન એકમના જાતક તથા સ્ટેશનરી, પેકિંગ મટિરિયલ્સ સંબંધિત ઔદ્યોગિક એકમ તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ-મધ્યમ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. પરિવારજનો સાથે હળવો વિવાદ થાય તેવી શક્યતા. નિવૃત્ત, મહિલાકર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયી નીવડશે. ૧૬ ઓક્ટોબર સામાન્ય નીવડશે.
(૧૦) મકર :– સ્વગૃહી અથવા ઉચ્ચસ્થ શુક્રવાળા જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભકર્તા નીવડશે તેવી પૂરી શક્યતા. સ્થાનફેર તથા લાંબા પ્રવાસ થવાની શક્યતા. વિદેશ રહેતા જાતક માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. હેવી મશીનરીના ઔદ્યોગિક-વ્યાપારિક એકમના જાતક તેમજ હેવી વ્હીકલ્સ, ટ્રાન્સપોર્ટેશન એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા તમામ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ૧૩ ઓક્ટોબર અર્ધ-મધ્યમ રહેશે.
(૧૧) કુંભ :– હોટેલ, રિસોર્ટ, સ્પા, રેસ્ટોરાં જેવા એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે તેવી પૂર્ણ સંભાવના. તેમજ પેકિંગ ફૂડ પ્રોડક્ટના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક, તદુપરાંત ફેબ્રિકના વ્યાપારિક એકમના જાતક તથા હર્બલ પ્રોડક્ટના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ આંશિક રૂપે લાભકારી નીવડશે. અન્ય ઔદ્યોગિક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. નાના તથા છૂટક વ્યાપારિક એકમના જાતક માટે હળવી દોડધામ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ આંશિક લાભદાયક જણાશે. પરિવારમાં સુખ-શાંતિ યથાવત રહેશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. કેવળ, ૧૩ ઓક્ટોબર સાધારણ નીવડશે. (પન્નોતિનો ઉપાય, શ્રમદાન)
(૧૨) મીન :– જાહેર ક્ષેત્રની વ્યક્તિ તથા સેલેબલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ અથવા સરેરાશ નીવડશે તેવી પૂર્ણ સંભાવના. હોટેલ, રિસોર્ટ, રેસ્ટોરાં, ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટરિંગ સર્વિસીઝ, ટૂર એન્ડ ટ્રાવેલ એજન્સીઝ જેવા એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડશે તેવી પૂરી શક્યતા. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ ભારે વ્યસ્ત નીવડશે. કાયદો-વ્યવસ્થા તંત્રના તમામ વિભાગના કર્મચારી/અધિકારીઓ તથા ધારાશાસ્ત્રીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. આ સિવાયના, સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડશે. કુટુંબ-પરિવારમાં સુમેળ યથાવત રહેશે. ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૧૨ તથા ૧૩ ઓક્ટોબર સરેરાશ જણાશે. (પન્નોતિનો ઉપાય, દાન + અભ્યંગ સ્નાન)

