New Delhi તા.14
ભારતે આજે વિન્ડીઝને બીજા ટેસ્ટમાં હરાવીને હેડ કોચ ગૌતમ ગંભીરને બર્થડે ગીફટ આપી હતી. ભારતીય ક્રિકેટ ટીમનાં કોચ ગંભીરનો આજે જન્મદિવસ છે. અને ટીમે જીત મેળવીને કોચને ગીફટ અર્પણ કરી હતી.
ગીલની જેમ કોચ તરીને ગંભીરની પણ આ પ્રથમ ટેસ્ટ શ્રેણી જીત છે. આ પૂર્વે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી 2-2 થી સરભર થઈ હતી.
વિશ્વ ટેસ્ટ ચેમ્પીયનશીપ પોઈન્ટ ટેબલમાં ભારતની કમાલ
વેસ્ટ ઈન્ડીઝ સામેના વિજય સાથે વિશ્વ ટેસ્ટ ચેમ્પીયનશીપ પોઈન્ટ ટેબલમાં ભારત ત્રીજા નંબરે છે. ભારતની જીત ટકાવારી 61.90 ટકા છે. ભારતે અત્યાર સુધીમાં સાતમાંથી ચાર ટેસ્ટ મેચ જીત્યા છે.હાલ બાવન પોઈન્ટ છે.
ઓસ્ટ્રેલીયા નંબર-વન છે.જોકે તે 3 જ ટેસ્ટ રમ્યુ છે. તેમાંથી બે જીત્યુ છે.શ્રીલંકા બીજા નંબરે છે તેણે બેમાંથી એક ટેસ્ટમાં જીત મેળવી છે.ભારતને આગામી શ્રેણીમાં જીત મેળવીને બીજા ક્રમ હાંસલ કરવાની તક મળશે.
ભારત હવે 4 નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટની શ્રેણી રમશે. કોલકતા તથા ગુવાહાટીમાં આ મેચ રમાશે. આ શ્રેણીમાં વિજય મળે તો ભારત ટોપ-2 માં આવી શકે છે.