Karakash તા.14
હાલમાં જ આંતરિક બળવા અને તેની સાથે જ નોબેલ ઈનામી વિજેતાથી જાણીતા થયેલા લેટીન અમેરિકન દેશ એ નોર્વે ખાતેની તેની રાજદૂત કચેરી બંધ કરવા જાહેરાત કરી છે.
નોર્વે સ્થિત નોબેલ કમીટીએ વેનેઝુએલાના વિપક્ષી નેતા મારીયા કોરીના મચાડો ને નોબેલ આપવાની જાહેરાત કરતા જ દેશના આપખુદ શાસકે હવે નોર્વે સાથેના પોતાના રાજદ્વારી સંબંધો તોડી નાંખવા નિર્ણય લીધો છે.
જેમાં મુખ્ય કારણ પણ નોબેલ જ હોવાનું દર્શાવાયુ છે. મારીયા કોરીના મચાડોને નોબેલથી આ દેશમાં જે લોકશાહી માટેની લડત ચાલી રહી છે તેને વૈશ્વિક માન્યતા મળી છે અને તેથી જ વેનેઝુએલાના આપખુદ શાસક નિકોલસ માદુરો એ આ નિર્ણય લીધો છે.