Jamnagar તા.14
જામનગર તાલુકાના નાના એવા મિયાત્રા ગામમાં ગૌ-શાળા ચલાવતા. પશુપાલકે જુદી જુદી નસલની 250 ગીર ગાયનો ઉછેર કરીને ઉચ્ચક્ષાનું બ્રીડનું ઉત્પાદન કરતા હોય, અને તેઓને પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી બોલાવીને ગૌશાળાની વિગતો મેળવી હતી. આ સમયે પશુપાલન તેમજ ખેતી ક્ષેત્રે સારી કામગીરી કરનાર અનેક પશુપાલકો તેમજ ખેડુતો આવ્યા હતા.
મિયાત્રા ગામમાં સરીતા ગીર ગૌ-સંર્વધન કેન્દ્ર (ગૌ-શાળા) ચલાવતા ધર્મેન્દ્રભાઈ કાનાભાઈ કારાવદરાને પીએમ મોદીએ બ મળવા માટે બોલાવ્યા હતા અને પીએમએ ઘરના વડીલની જેમ વાતચીત કરી હતી. 30 થી 35 મીનીટ સુધી વાતચીત કરી હતી. આ દરમ્યાન 12 જેટલા પશુપાલકો આવ્યા હતા. ચાલતા-ચાલતા પીએમએ વિગતો મેળવી છે.
જામનગરના પશુપાલકને ભારત સરકાર કી ગોકુલ મીશન યોજના અંતર્ગત .2 કરોડની સબસીડી પણ મળી હોવાની ચર્ચા કરવામાં આવી છે. આ દરમ્યાન પશુપાલકે ગીર ગાયની ઉચ્ચકક્ષાનું બ્રીડ ઉપરાંત દુધ, ઘી, માખણ, અગરબતી, ખાતરનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત પશુપાલકે જણાવ્યું હતું કે, બ્રાઝીલની આદિવાસી મહિલાને 50 ગીર ગાયની વાછરડીઓ ઉછેરવા માટે આપી છે અને અગાઉ જામનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને 30 ગીર ગાયો ઉછેર માટે આપવામાં આવી છે.