Surendranagar,તા.14
સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં જ ઠંડીનો ચમકારો ધીમેધીમે અસર બતાવી રહ્યો છે. ઓકટોબર બીજા સપ્તાહમાં છેલ્લા 10 વર્ષનો સૌથી ઠંડો દિવસ બની જવા પામ્યો છે. ઉત્તર-પૂર્વમાં જમ્મુકાશ્મીર રિજિયનમાં થોડા સમયથી બરફ વર્ષાથી શિતલહેર વધતાં સુરેન્દ્રનગર જિલ્લાને અસર વર્તાઇ રહી છે.
ઓક્ટોબર મહિનાના ગત એક સપ્તાહની વાત કરીએ તો 7.2 ડિગ્રી તાપમાન વધઘટ થઇ ગયુ છે.જ્યારે ઓકટોબર 10 સુધીમાં છેલ્લા 10 વર્ષમાં નોંધાયેલા તાપમાનની સરખામણી કરાય તો વર્ષ 2025નો ઓકટોબર માસ સૌથી ઠંડો રહ્યો છે.
સામાન્યતઃ આ દિવસોમાં જિલ્લાનું તાપમાન ઘટતુ નથી હોતુ અને મીશ્ર ઋતુનો અનુભવ થતો હોય છે. છે.સોમવારે લુઘતમ તાપમાન 22.3 અને મહત્તમ 35.5 ડિગ્રી નોંધાયુ હતુ.
માટે લાભ શિયાળુ સિઝન જળવાઇ રહે તો રવિ પાકોને જીરૂ, ચણાને ફાયદો થાય. ઠંડીના કારણે શાકભાજી, ફળો જેવા બાગાયતી પાકોને પણ લાભ થાય. આ વર્ષ સિઝન વહેલી ઠંડી પડી રહી છે પરંતુ ખેડૂતોએ વહેલુ વાવેતર ટાળવુ જોઇએ.
હાલ ખેડ કરી રાખવુ જોઇએ અને રવિસીઝનની દર વર્ષ જે સમય વાવેતર થતુ હોય છે તે જ સમયે વાવેતર કરવુ જોઇએ. જનકભાઇ કલોત્રા, નિવૃત ખેતીવાડી અધિકારી