Junagadh તા.14
જુનાગઢ નીચલા દાતાર વિસ્તારના રહેણાક મકાનની ડેલીનું તાળુ તોડી કબાટમાં રાખેલ રોકડ રૂા.24 હજાર ચાદીના દાગીના 10,500 સહિત કુલ રૂા.24,500ની મતાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવી છે.
નીચલા દાતાર ઝુપડપટી અલી પ્રોવિઝન સ્ટોર પાછળ રહેતા પરવીનબેન રફીકભાઈ વલીભાઈ મકરાણી બ્લોચ (ઉ.52)ના રહેણાક મકાનની ડેલીનું તાળુ તોડી તા.11-10-25ની રાત્રીના કોઈ અજાણ વ્યકિતએ ઘરમાં પ્રવેશી કબાટનો દરવાજો તોડી રોકડ રૂા.24000 ચાંદીના ઘરેણા 10500 સહિત કુલ 34,500ની મતાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરીયાદી મુન્નાફભાઈ જાવીદભાઈ સુમરા ઉ.28 રે. સરદારબાગ પાછળ અજમેરી પાર્ક શેરી એકમાં રહેતા યુવાનને ગત તા.11-10ની રાત્રીના પોણા અગીયારના સુમારે આરોપીઓ આદીલ રજાક સોલંકી રે. જુનાગઢ મોહસીન ઉર્ફે હોલે હોલે ફીરોજ મલેક રે. હર્ષદનગર, અયાન ઉર્ફે પાંચીયો અમીન મુળીયા રે. સરદારબાગ પાછળ અમન પાર્ક ફરીદ ઉર્ફે બાટલી રે. સુખનાથ ચોક કુંભાર વાડા વાળો ઉપરાંત અન્ય પાંચ અજાણ્યા સહીત કુલ 9 શખ્સોએ સરદારબાગ પાછળ દરગાહ નજીક આરોપી અદીલ રજાકે ધારીયુ મહોસીન ઉર્ફે હોલેહોલેએ છરી અયાને છરી તેમજ ફરીદ ઉર્ફે બાટલીએ સોડા બોટલ સાથે કુલ નવ શખ્સો ચાર મોટર સાયકલોમાં આવી મુન્નાભાઈને કહેલ કે તુ ગઈકાલે તા.10-10ના અબાસભાઈની દીકરીના બર્થ ડે પાર્ટીમાં ગયો હતો તે બાબતે ભુંડી ગાળો ભાંડી અબાસ કે તેના ભાઈ અકરમ સાથે નહી દેખાવાનીં કહી જાનથી મારી નાકવાની ધમકી આપી આ ટોળકીએ કહેલ કે શાંતીથી નોકરી કરવી હોય અને પાર્ટીઓમાં જવું હોય તો રૂા.10 હજાર આપવા પડશે કાઠલો પકડી જાપટો મારી ખીસ્સામાંથી પરાણે રૂા.2500 કઢાવી લીધા હતા. આ અંગેની કુલ નવ સામે સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી સી ડીવીઝન પીઆઈ વી.જે. સાવજે તપાસ હાથ ધરી છે.