Junagadh તા.14
મેંદરડા ખાતે રહેતા ફરીયાદીના પિતાને જુનાગઢમાં બોલેરો ચાલકે તેના મો.સા.ને હડફેટે લઈ લેતા વૃધ્ધ ચાલકનું મોત નોંધાયું હતું. મેંદરડા સરસ્વતી હાઈસ્કુલ પાસે રહેતા ફરીયાદી રાજેશભાઈ લાલજીભાઈ વઘાસીયા (50)ના પિતા લાલજીભાઈ રાયજીભાઈ વઘાસીયા (ઉ.77) વાળા પોતાનું મો.સા. લઈને જુનાગઢ જતા હતા.
ત્યારે જુનાગઢ ગાંધીગ્રામ ઓમનગર પાસે પહોંચતા ત્યારે બોલેરો વાહન નં. જીજે 32 કે 5454ના ચાલકે મો.સા.ને હડફેટે લઈ લેતા લાલજીભાઈને ગંભીર ઈજા થતા મોત નોંધાયુ હતું. સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.