Porbandarતા.14
પોરબંદર જીલ્લાના માધવપુર ગામે સાગર શાળા, ઈન્દીરાનગર, મચ્છી બંદર વિસ્તારમાં વીજ પાવર ચોરી થતી હોવાની બૂમ ઉઠી છે હાલ દિવાળી તહેવાર પહેલા વારંવાર વીજળી ડુલ થવા પાછળ પાવર ચોરો ડાયરેકટ વીજ જોડાણ કરવા વીજ ફોલ્ટ ઉભો કરતા હોવાની ચર્ચા જાગી છે.
માધવપુર ઘેડ ગામે મકાન વિહોણા ગરીબો માટે 19 જેટલા પ્લોટ વડાપ્રધાન આવાસ યોજના હેઠળ મંજુર થયેલ છે જેની બે માસથી ગામના સરપંચ અને તલાટી મંત્રી પાસે વિગતો માંગવા છતા મળતી નથી. દલીત અરજદારોના નામ કરી થતા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકને રજુઆત કરવામાં આવી છે.