Surat,તા,14
સુરત વેલંજા ગામની પાછળ, યમુના રેસીડેન્સીની સામે લેકવ્યુ સોસાયટીમાં રહેતા બરવાળીયા પરિવારે દિકરીને ભૂઈમા બનાવી છેલ્લા 10થી 12 વર્ષથી શ્રધ્ધાળુઓ સાથે યેનકેન છેતરપીંડી કરનાર માતા-પિતાના ગોરખધંધાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ઉત્રાણ પોલીસ સ્ટેશનની મદદથી 1278મો સફળ પર્દાફાશ કર્યો હતો.
સમાજ માટે આઘાતજનક સાથે ચિંતાજનક ચોંકાવનારી વિગત બહાર આવી હતી. નાની ઉંમરની દીકરીને ભૂઈમાંનું કામ પસંદ ન હોય સ્વૈચ્છાએ છોડી દેવાથી માતા-પિતાએ ઢોર માર મારી દિકરી જાનુને ઈજા પહોંચાડી હતી.
પર્દાફાશમાં આર્થિક છેતરપીંડી સાથે સેકસ કાંડની વિગત બહાર આવતા જાથા-પોલીસ ચોંકી ગયું હતું અને પ્રિયાબેન તથા જયસુખ બરવાળીયાએ છેતરપીંડી અને ધતીંગ લીલા બંધ કરવાની જાહેરાત કરી હતી.