સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ જિલ્લામાં કુલ મત્સ્ય ગામ ૨૩ છે, જેમાં ૯ મત્સ્ય કેન્દ્ર, મીઠા પાણીના ૪૩ જળાશયો જે ૪૬૯૦ હેક્ટરમાં વિસ્તરેલ છે જેમાં ૧૪૭૮ માછીમારો સક્રિય હોવાનું જણાય છે. ભાવનગરમાં ત્રણ પ્રકારે આ ઉદ્યોગ આકાર લીધો છે. દરિયાઇ મત્સ્ય ઉદ્યોગ ભાવનગર, ઘોઘા, સરતાનપર, મહુવા જ્યાંથી ૩૭૬ બોટો દરિયામાં જવા માટે રજિસ્ટ્રેશન થયેલ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૧૭૨ લાભાર્થીને ૪૮.૭૪ લાખની સહાય સાધનો માટે અપાઇ છે. જ્યારે મીઠા પાણીના મત્સ્ય ઉદ્યોગ ઘેલો, કાળુભાર, કેરી, ખળખાલીયો, લીલકા, પડાલીયો, ભાદ્રોડી, માલણ, રજાવળ, શેત્રુંજી, તળાજી, માલેશ્રી, રોજકી, બગડ, ઉતાવળી નદી પરના ૪૩ જળાશયો ઇજારા પર આપી વાર્ષિક ૧.૪૭ કરોડની આવક તંત્રને થાય છે. જો કે, હાલ ૧૨ ઇજારા શરૂ હોવાનું જણાયું છે. જ્યારે ત્રીજી પદ્ધતિ ભાંભરા પાણીની છે. જે ઘોઘા, ગણેશગઢ, અધેલાઇ, ગુંદાળા, સરતાનપર વગેરે ગામોમાં કુલ ૪૦૦ હેક્ટરમાં જમીન ફાળવાય છે. હાલ ૨૫૭ હેક્ટર જીંગા ઉછેર માટે ફાળવાઇ છે. જેનું વાર્ષિક ૧૨૦ ટન જીંગા ઉત્પાદન થાય છે. આમ પદ્ધતિસરનો મત્સ્ય ઉદ્યોગ કરવા ઉત્તમ વાતાવરણ અને પર્યાપ્ત જમીન દરિયો હોવા છતા ત્રણે મળી કુલ વાર્ષિક ૨૦૦૦ મે. ટન ઉત્પાદન માંડ થાય છે. જે સ્થાનિક કક્ષાએ કે વધીને રાજ્યના જિલ્લાઓમાં સપ્લાય થથું હોવાનું જણાય છે. જિલ્લાના માછીમારો ગરીબ અને વેપારમાં સિમીત રહ્યા છે. જ્યારે અન્ય જિલ્લાની તુલનામાં અહિ કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસીંગ પ્લાન્ટ કે લેન્ડીંગ બોટ સેન્ટરો જેવી વિશેષ સુવિધા વિકસાવાય તો આ મત્સ્ય ઉદ્યોગને પણ વેગ મળી શકે અને પગડીયા માછીમારોમાંથી વેપારી માછીમાર બની આર્થિક સમૃદ્ધ બની શકે.
Trending
- Rajasthan: ટ્રેલરની ટક્કરે કાર સળગી, ૪ લોકો જીવતા બળી ગયા
- EPFOના નવા નિયમો પર વિવાદઃ ૨૫ ટકા રકમ માટે ૧૨ મહિનાનું વેઈટિંગ
- Nestle ના નવા સીઈઓ ૧૬૦૦૦ નોકરીઓ ઉપર કાતર મુકશે
- India and Australia વચ્ચે પહેલી મેચ ૧૯ ઓક્ટોબરે પર્થમાં રમાશે
- Facebook પર નામ બદલીને યુવકે હિન્દુ યુવતીને ફસાવી
- Pension And Retirement પર સરકારની નવી જાહેરાત
- ટ્રેડ ડિલ થવાના સંકેતોએ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો…!!
- વધુ પડતી ચા પીવાથી 5 હોર્મોન્સ પર અસર થઈ શકે છે