Punjabતા.18
લુધીયાણાથી દિલ્હી જઈ રહેલી અમૃતસર-સહરસા ગરીબરથ એકસપ્રેસ ટ્રેનમાં આજે સવારે સરહિન્દ રેલ્વે સ્ટેશન પાસે આગ લાગી હતી. જોકે યાત્રીઓને ત્વરીત સુરક્ષીત રીતે અન્ય કોચમાં શિફટ કરવામાં આવતા અને ફાયર બ્રિગેડે તરત આગને કાબુમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં માત્ર એક મહિલા દાઝી હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ લુધીયાણાથી દિલ્હી જઈ રહેલી અમૃતસર-સહરસા ગરીબરથ એકસપ્રેસ ટ્રેન આજે સવારે સરીહન્દ રેલવે સ્ટેશન પાસે પહોંચી તો એક કોચમાં આગ લાગી હતી. જેથી ટ્રેનને તરત રોકી દેવામાં આવી હતી અને રેલ કર્મીઓએ રાહત કાર્ય શરૂ કરી દીધુ હતું.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને યાત્રીઓને સુરક્ષીત રીતે શિફટ કરવામાં આવ્યા હતા. રેલવે કર્મચારીઓને તરત કોચ ખાલી કરાવ્યો હતો. ફાયર બ્રિગેડે ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે આગ સીમીત ભાગમાં હતી એટલે ઝડપથી કાબુમાં આવી હતી. ટ્રેનનાં કોચમાં આગની આ ઘટનામાં જાનહાની કે કોઈ મોટા નુકશાનનાં ખબર નથી. એક મહિલા દાઝલા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી. ટ્રેન ટુંક સમયમાં જ આગળ પહોંચશે અને કોચમાં આગ લાગવાના કારણની તપાસ થઈ રહી છે.