Jamkhambalia,તા.18
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આવતા યાત્રાળુઓના આરોગ્ય પર તમાકુયુક્ત નશીલા પદાર્થોના વેચાણના કારણે અપ્રત્યક્ષ અસર થતી જોવા મળે છે. આ નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો દ્વારા પાન-મસાલા, તમાકુ, ગુટકાનું સેવન કરી મંદિર પરિસર તથા તેના આજુબાજુના વિસ્તારોમાં થુંકીને ગંદકી ફેલાવાનું ધ્યાને આવતાં તેને કારણે નાયબ કલેકટર અને દ્વારકાધીશ મંદિર વહીવટદારની દરખાસ્ત અન્વયે અહીંના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં દ્વારકાધીશ મંદિરની 100 મીટરની ત્રિજ્યા સુધીના વિસ્તારમાં પાન-મસાલા, તંબાકુ, ગૂટખા, સિગારેટ વગેરેના વેંચાણ, ખરીદી અને સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
Trending
- Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ
- સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1
- Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી
- Rajkotમાં આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂ
- Rajkot: જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો
- Rajat Patidarના કેચનો વિવાદ: કોહલી ભડક્યો
- Olympic કરતા Football World Cupમાં ડબલ ધનવર્ષા
- IPL 2026: RCBને ચાર વિકેટે પરાસ્ત કરતું Gujarat Titans

