New Delhi, તા.18
હિન્દ મહાસાગરમાં ભારતીય નાગરિકોને લઈ જઈ રહેલી એક નાવ અચાનક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. આ અકસ્માતમાં ત્રણ ભારતીયોના જીવ ગયા હતા. જયારે 5 લોકો હજુ લાપતા છે. જેમની તલાશ થઈ રહી છે.
આ અકસ્માત શુક્રવારે મોઝામ્બિકમાં બીરા પોર્ટ પાસે થયો હતો. મોઝામ્બિકમાં ભારતીય દુતાવાસ મુજબ આ નવમાં એક ટેન્કરના ક્રુ મેમ્બર સવાર હતા તેમને રોજની જેમ ઓપરેશન ટ્રાન્સફર માટે ટેન્કર પર લઈ જવામાં આવી રહ્યા હતા.
ત્યારે અચાનક નાવ પલટી ગઈ હતી જેથી આ દુર્ઘટના સર્જાઈ હતી.આ નાવમાં કુલ 14 ભારતીય નાગરીક હાજર હતા. નાવ પલટવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. આ દુર્ઘટનામાં 3 ભારતીયોના મોત થયા છે.
જયારે 5 ભારતીયો લાપતા છે અને અન્યોને બચાવવામાં આવ્યા છે. જેમાં એક ગંભીર ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે.5 લાપતા ભારતીયોનાં બચાવનું અભિયાન ચાલુ છે.