New Delhi તા,18
ખાદ્ય સુરક્ષા નિયામક સંસ્થા એફએસએસએઆઈ ટુંક સમયમાં જ ખાવા-પીવાના પેકેજીંગના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. જે અંતર્ગત આવા બે રસાયણો પર પૂરી રીતે પ્રતિબંધ લગાવવાની તૈયારી છે. જેનો ઉપયોગ પેકેટ બનાવવા માટે કરવામાં આવે છે. આ રસાયણ પેકેટની અંદરના ખોરાકનાં સંપર્કમાં અન્ય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે.
મામલા સાથે સંકળાયેલા અધિકારીઓએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે એફએસએસએઆઈ પોતાના પેકેજીંગ નિયમોમાં વ્યાપક સંશોધન પર કરી રહી છે. આ પગલુ સ્વાસ્થ્ય જોખમોનાં વધતા પુરાવાને જોતા ઉઠાવવામાં આવ્યુ છે.
એફએસએસએઆઈનું આ પ્રસ્તાવિત પગલુ અમેરીકા અને યુરોપીય સંઘના નિયામક કાર્યોને અનુરૂપ છે. જેમણે પહેલાથી જ આ ખાદ્ય પેકેજીંગમાં આ રસાયણોને પ્રતિબંધીત કરી દીધા છે અથવા તબકકાવાર હટાવી દીધા છે.
શું છે પ્રસ્તાવ
એક અધિકારીના જણાવ્યા અનુસાર એફએસએસએઆરે પીએફએસ (પોલ, પરફલુસેલ્કિ પદાર્થ) અને બીપીએ (બિસ્ફેનોલએ) નામના બે રસાયણોનાં ઉપયોગ પર પુરી રીતે પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ છે.
આ રસાયણનો પેકેજીંગને ઓઈલ અને પાણી વિરોધી બનાવવામાં ઉપયોગ થાય છે. તે સરળતાથી નષ્ટ નથી થતા. તે પર્યાવરણ અને માનવ શરીરમાં જમા થઈને તબિયતને નુકશાન પહોંચાડે છે.એફએસએસએઆઈ ટુંક સમયમાં જ આ પ્રસ્તાવિત નિયમોને અંતિમરૂપ આપી શકે છે. આથી ખાદ્ય ઉદ્યોગોએ પોતાની પેકેજીંગ પ્રક્રિયામાં ફેરફાર કરવો પડશે.
અહીં ઉપયોગ થાય છે
પીએફએએસનો ફાસ્ટ ફૂડ રેપર, પોપકોર્ન બેગ અને અન્ય ખાદ્ય પેકીંગમાં ઉપયોગ થાય છે. બીપીએનો પ્લાસ્ટિક બોટન, ટિફીન બોકસ, ફૂડ કેન ખોરાકનાં ડબ્બાની લાઈનીંગમાં ઉપયોગ થાય છે.
તબિયત પર ખતરો
વૈજ્ઞાનિક અધ્યયનો મુજબ આ રસાયણોનાં સંપર્કથી હોર્મોનલ અસંતુલન, પ્રજમન સંબંધી મુશ્કેલીઓ, ડાયાબીટીસ, હૃદયરોગ, સ્થૂળતા અને કેટલાંક કેસમાં કેન્સર પણ થાય છે.