Jamkhambalia,તા.18
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આવતા યાત્રાળુઓના આરોગ્ય પર તમાકુયુક્ત નશીલા પદાર્થોના વેચાણના કારણે અપ્રત્યક્ષ અસર થતી જોવા મળે છે. આ નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો દ્વારા પાન-મસાલા, તમાકુ, ગુટકાનું સેવન કરી મંદિર પરિસર તથા તેના આજુબાજુના વિસ્તારોમાં થુંકીને ગંદકી ફેલાવાનું ધ્યાને આવતાં તેને કારણે નાયબ કલેકટર અને દ્વારકાધીશ મંદિર વહીવટદારની દરખાસ્ત અન્વયે અહીંના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં દ્વારકાધીશ મંદિરની 100 મીટરની ત્રિજ્યા સુધીના વિસ્તારમાં પાન-મસાલા, તંબાકુ, ગૂટખા, સિગારેટ વગેરેના વેંચાણ, ખરીદી અને સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
Trending
- Pakistan ની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં
- 19 ઓક્ટોબર નું પંચાંગ
- 19 ઓક્ટોબર નું રાશિફળ
- Kali Chaudash પૂજા કરવાથી જીવનમાં આવતા વિઘ્નો થશે દૂર
- માંસાહાર એટલે સર્વનાશાહાર, શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર
- Dhanteras દિવાળીના તહેવારની શરૂઆત દર્શાવે છે-પાંચ દિવસનો ભવ્ય તહેવાર
- તંત્રી લેખ…સાયબર છેતરપિંડી હજુ પણ નિયંત્રણમાં નથી
- Mohammed Shami એ બતાવ્યો અરિસો, 7 વિકેટ ઝડપી ભારતીય ટીમમાં વાપસીના સંકેત આપ્યા