Gandhidham,
આદિપુરના હરેશ સંગતાણી સ્પોટ્ર્સ ઇન્ડોર કોમ્પ્લેક્સ ખાતે આવેલા સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમમાં ૧૬ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન રમાઈ રહેલી ફ્રેન્ડ્સ ગ્રૂપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૬માં મોખરાના ક્રમાંકિત અમદાવાદે બીજા ક્રમાંકિત અરવલ્લીને ૩-૧થી હરાવીને મેન્સ ટીમનું ટાઈટલ જીતી લીધું હતું, જ્યારે સુરતે વિમેન્સ ઇવેન્ટના મુકાબલામાં ભાવનગરને ૩-૧થી હરાવીને ચેમ્પિયનનું ટાઇટલ હાંસલ કર્યું હતું.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જી.એસ.ટી.ટી.એ.)ના ઉપક્રમે આયોજિત આ ટુર્નામેન્ટમાં ફ્રેન્ડ્સ ગ્રૂપ ટાઇટલ સ્પોન્સર છે અને દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા પ્રાયોજિત છે. આ ચેમ્પિયનશિપને સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનનો સહયોગ પ્રાપ્ત થયો છે, જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સહ પ્રાયોજક છે, સ્ટિગા તેના ઇક્વિપમેન્ટ સ્પોન્સર છે અને મોબીસ્પોટ્ર્સ સ્ટ્રીમિંગ પાર્ટનર છે.
મેન્સ ઇવેન્ટની ફાઇનલમાં ધૈર્ય પરમારે ધ્યેય જાની સામે ૩-૦થી વિજય મેળવીને અમદાવાદને સરસાઈ અપાવી હતી. અરવલ્લીના સ્ટાર ખેલાડી જન્મેજય પટેલે અભિલાષ રાવલને ૩-૨થી રોમાંચક મુકાબલામાં હરાવીને સ્કોર સરભર કર્યો હતો. સોહમ ભટ્ટાચાર્યે હર્ષવર્ધન પટેલ સામે ૩-૦થી વિજય મેળવીને અમદાવાદને ફરીથી આગળ કર્યું હતું, ત્યારબાદ ધૈર્યએ જન્મેજયને ૩-૧થી હરાવીને ટાઈટલ અમદાવાદના નામે કર્યું હતું.
ડિફેન્ડિંગ ચેમ્પિયન અને મોખરાના ક્રમની સુરતની વિમેન્સ ટીમે બીજા ક્રમાંકિત ભાવનગર સામે ૩-૧ના શાનદાર વિજય સાથે ટાઇટલ જીતી લીધું હતું. રિયા જયસ્વાલે આફ્રિન મુરાદને ૩-૦થી હરાવીને ભાવનગરને સરસાઈ અપાવી હતી પરંતુ ફિલઝાફાતીમા કાદરીએ નામના જયસ્વાલ સામે ૩-૨થી વિજય મેળવીને મુકાબલો બરાબરી પર લાવ્યો હતો. ત્યારબાદ વિશ્રુતિ જાદવે ચાર્મી ત્રિવેદીને ૩-૨થી હરાવીને ફરીથી સુરતને આગળ કર્યું હતું અને અંતે કાદરીએ રિયા સામે ૩-૦થી વિજય મેળવીને ચેમ્પિયનશિપ પર કબજો જમાવ્યો હતો.
જુનિયર બોયઝની ફાઇનલમાં સુરતે વડોદરાને ૩-૧થી હરાવ્યું હતું. વિવાન દવેએ ક્રિશય શાહને ૩-૦થી હરાવ્યો હતો, જ્યારે વેદ પંચાલે પવન કુમાર સામે ૩-૨થી વિજય મેળવીને વડોદરાને બરાબરી પર લાવ્યું હતું. સુરતની ડબલ્સ જોડી વિવાન અને પવને ડબલ્સમાં પંચાલ અને શાહને ૩-૦થી હરાવીને ફરીથી સરસાઈ મેળવી હતી અને ત્યારબાદ વિવાન દવેએ પંચાલને ૩-૦થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.
અમદાવાદે સબ જુનિયર બોયઝની ફાઇનલમાં સુરતને ૩-૨થી હરાવીને ટાઇટલ જીત્યું હતું, જ્યારે સબ જુનિયર ગર્લ્સનું ટાઈટલ સુરતના ફાળે ગયું હતું જેણે અમદાવાદને ૩-૦થી એકતરફી મુકાબલામાં હરાવ્યું હતું. રેહાંશ અને પ્રિશા અંડર-૧૧ ચેમ્પિયન બન્યાઃ સાયાંશ અને અનાયરાએ અંડર-૯માં વિજય મેળવ્યો હતો તો કચ્છના રેહાંશ સિંઘવી અને સુરતની પ્રિશા પારેખે અનુક્રમે બોયઝ અને ગર્લ્સ હોપ્સ (અંડર-૧૧)ના ટાઇટલ જીત્યાં હતાં.
બોયઝની ફાઇનલમાં મોખરાનો ક્રમાંકિત રેહાંશે સુરતના બીજા ક્રમાંકિત પ્રણવ કેલ્લાને ૩-૧થી હરાવ્યો હતો, જ્યારે ગર્લ્સની ફાઇનલમાં ટોચની પ્રિશાએ વડોદરાની બીજી ક્રમાંકિત સાનવી ચૌધરીને ૩-૦થી હરાવીને તાજ જીતી લીધો હતો. હોપ્સ (અંડર-૯) કેટેગરીમાં અમદાવાદના ટોચના ખેલાડી સાયાંશ ક્રિસ્ટીએ સુરતના ત્રીજા ક્રમાંકિત દૈવિક પટેલને ૩-૦થી હરાવીને બોયઝનું ટાઇટલ જીત્યું હતું.
ગર્લ્સની ફાઇનલમાં, અમદાવાદની બીજી ક્રમાંકિત અનાયરા મણિયારે ટોપ સીડેડ અને પોતાના જ શહેરની સુહાની હાંડાને ૩-૧થી હરાવીને અંડર-૯ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. બોયઝ અંડર-૭ની ફાઇનલમાં, કચ્છના ભ્રાજ હિંગોરાણીએ મહાંક વાઘેલાને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
ઇવેન્ટ ફાઇનલના પરિણામો
મેન્સઃ અમદાવાદ જીત્યા વિરુદ્ધ અરવલ્લી ૩-૧., વિમેન્સઃ સુરત જીત્યા વિરુદ્ધ ભાવનગર ૩-૧., જુનિયર બોયઝઃ સુરત જીત્યા વિરુદ્ધ વડોદરા ૩-૧., સબ જુનિયર બોયઝઃ અમદાવાદ જીત્યા વિરુદ્ધ સુરત ૩-૨., સબ જુનિયર ગર્લ્સઃ સુરત જીત્યા વિરુદ્ધ અમદાવાદ ૩-૦., હોપ્સ (અંડર-૧૧) બોયઝ ફાઇનલઃ રેહાંશ સિંઘવી જીત્યા વિરુદ્ધ પવન કેલ્લા ૩-૧ (૧૧-૭, ૧૧-૩, ૭-૧૧, ૧૧-૮), હોપ્સ (અંડર-૧૧) ગર્લ્સ ફાઇનલઃ પ્રિશા પારેખ જીત્યા વિરુદ્ધ સાનવી ચૌધરી ૩-૦ (૧૧-૪, ૧૧-૪, ૧૧-૬), હોપ્સ (અંડર-૯) બોયઝ ફાઇનલઃ સાયાંશ ક્રિસ્ટી જીત્યા વિરુદ્ધ દેવિક શાહ ૩-૦ (૧૧-૪, ૧૧-૭, ૧૧-૩), હોપ્સ અંડર-૯ ગર્લ્સ ફાઇનલઃ અનાયરા મણિયાર જીત્યા વિરુદ્ધ સુહાની હાંડા ૩-૧ (૬-૧૧, ૧૧-૭, ૧૨-૧૦, ૧૧-૯), કેડેટ (અંડર-૧૩) બોયઝ ક્વા. ફાઇનલઃ નક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ હર્ષિલ સરૈયા ૩-૨ (૧૧-૬, ૧૧-૧૩, ૧૧-૫, ૫-૧૧, ૧૨-૧૦); ધ્રુવ ભાંભાણી જીત્યા વિરુદ્ધ હેનિલ લંગાલિયા ૩-૨ (૧૧-૬, ૧૨-૧૦, ૮-૧૧, ૬-૧૧, ૧૧-૮); ઇસ્માઇલ ધુપાલી જીત્યા વિરુદ્ધ દક્ષ જેઠવા ૩-૧ (૧૧-૭, ૧૧-૭, ૬-૧૧, ૧૨-૧૦); રેહાંશ સિંઘવી જીત્યા વિરુદ્ધ શ્લોક દવે ૩-૦ (૧૧-૬, ૧૧-૬, ૧૧-૪), કેડેટ અંડર-૧૩ ગર્લ્સ ક્વા. ફાઇનલઃ ધિમહી કાબરાવાલા જીત્યા વિરુદ્ધ રૂત્વી લિયા ૩-૦ (૧૧-૬, ૧૧-૫, ૧૧-૮); પ્રિશા પારેખ જીત્યા વિરુદ્ધ યાના સિંઘ ૩-૧ (૧૧-૨, ૧૩-૧૧, ૯-૧૧, ૧૧-૮); અરના તેતર જીત્યા વિરુદ્ધ માયરા ખેસકાની ૩-૧ (૧૨-૧૦, ૮-૧૧, ૧૧-૮, ૧૧-૯); ઝિનાલી પટેલ જીત્યા વિરુદ્ધ જેન્સી મોદી ૩-૧ (૧૧-૯, ૧૧-૩, ૯-૧૧, ૧૧-૫).

