Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026

    આજનું પંચાંગ

    October 19, 2026

    આજનું રાશિફળ

    October 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું
    • Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન
    • Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી
    • Dhoraji: રિક્ષામાંથી પટકાયેલ મહિલાનું મોત
    • Rajkot: શિક્ષકે જાત જલાવી જીવન ટુકાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Gandhidham: સ્ટેટ ટીટીમાં અમદાવાદ મેન્સ અને સુરત વિમેન્સે ટાઇટલ જીત્યા
    ખેલ જગત

    Gandhidham: સ્ટેટ ટીટીમાં અમદાવાદ મેન્સ અને સુરત વિમેન્સે ટાઇટલ જીત્યા

    Vikram RavalBy Vikram RavalOctober 19, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhidham,

    આદિપુરના હરેશ સંગતાણી સ્પોટ્‌ર્સ ઇન્ડોર કોમ્પ્લેક્સ ખાતે આવેલા સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમમાં ૧૬ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન રમાઈ રહેલી ફ્રેન્ડ્‌સ ગ્રૂપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૬માં મોખરાના ક્રમાંકિત અમદાવાદે બીજા ક્રમાંકિત અરવલ્લીને ૩-૧થી હરાવીને મેન્સ ટીમનું ટાઈટલ જીતી લીધું હતું, જ્યારે સુરતે વિમેન્સ ઇવેન્ટના મુકાબલામાં ભાવનગરને ૩-૧થી હરાવીને ચેમ્પિયનનું ટાઇટલ હાંસલ કર્યું હતું.

    ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જી.એસ.ટી.ટી.એ.)ના ઉપક્રમે આયોજિત આ ટુર્નામેન્ટમાં ફ્રેન્ડ્‌સ ગ્રૂપ ટાઇટલ સ્પોન્સર છે અને દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા પ્રાયોજિત છે. આ ચેમ્પિયનશિપને સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનનો સહયોગ પ્રાપ્ત થયો છે, જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સહ પ્રાયોજક છે, સ્ટિગા તેના ઇક્વિપમેન્ટ સ્પોન્સર છે અને મોબીસ્પોટ્‌ર્સ સ્ટ્રીમિંગ પાર્ટનર છે.

    મેન્સ ઇવેન્ટની ફાઇનલમાં ધૈર્ય પરમારે ધ્યેય જાની સામે ૩-૦થી વિજય મેળવીને અમદાવાદને સરસાઈ અપાવી હતી. અરવલ્લીના સ્ટાર ખેલાડી જન્મેજય પટેલે અભિલાષ રાવલને ૩-૨થી રોમાંચક મુકાબલામાં હરાવીને સ્કોર સરભર કર્યો હતો. સોહમ ભટ્ટાચાર્યે હર્ષવર્ધન પટેલ સામે ૩-૦થી વિજય મેળવીને અમદાવાદને ફરીથી આગળ કર્યું હતું, ત્યારબાદ ધૈર્યએ  જન્મેજયને ૩-૧થી હરાવીને ટાઈટલ અમદાવાદના નામે કર્યું હતું.

    ડિફેન્ડિંગ ચેમ્પિયન અને મોખરાના ક્રમની સુરતની વિમેન્સ ટીમે બીજા ક્રમાંકિત ભાવનગર સામે ૩-૧ના શાનદાર વિજય સાથે ટાઇટલ જીતી લીધું હતું. રિયા જયસ્વાલે આફ્રિન મુરાદને ૩-૦થી હરાવીને ભાવનગરને સરસાઈ અપાવી હતી પરંતુ ફિલઝાફાતીમા કાદરીએ નામના જયસ્વાલ સામે ૩-૨થી વિજય મેળવીને મુકાબલો બરાબરી પર લાવ્યો હતો. ત્યારબાદ વિશ્રુતિ જાદવે ચાર્મી ત્રિવેદીને ૩-૨થી હરાવીને ફરીથી સુરતને આગળ કર્યું હતું અને અંતે કાદરીએ રિયા સામે ૩-૦થી વિજય મેળવીને ચેમ્પિયનશિપ પર કબજો જમાવ્યો હતો.

    જુનિયર બોયઝની ફાઇનલમાં સુરતે વડોદરાને ૩-૧થી હરાવ્યું હતું. વિવાન દવેએ ક્રિશય શાહને ૩-૦થી હરાવ્યો હતો, જ્યારે વેદ પંચાલે પવન કુમાર સામે ૩-૨થી વિજય મેળવીને વડોદરાને બરાબરી પર લાવ્યું હતું. સુરતની ડબલ્સ જોડી વિવાન અને પવને ડબલ્સમાં પંચાલ અને શાહને ૩-૦થી હરાવીને ફરીથી સરસાઈ મેળવી હતી અને ત્યારબાદ વિવાન દવેએ  પંચાલને ૩-૦થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.

    અમદાવાદે સબ જુનિયર બોયઝની ફાઇનલમાં સુરતને ૩-૨થી હરાવીને ટાઇટલ જીત્યું હતું, જ્યારે સબ જુનિયર ગર્લ્સનું ટાઈટલ સુરતના ફાળે ગયું હતું જેણે અમદાવાદને ૩-૦થી એકતરફી મુકાબલામાં હરાવ્યું હતું. રેહાંશ અને પ્રિશા અંડર-૧૧ ચેમ્પિયન બન્યાઃ સાયાંશ અને અનાયરાએ અંડર-૯માં વિજય મેળવ્યો હતો તો  કચ્છના રેહાંશ સિંઘવી અને સુરતની પ્રિશા પારેખે અનુક્રમે બોયઝ અને ગર્લ્સ હોપ્સ (અંડર-૧૧)ના ટાઇટલ જીત્યાં હતાં.

    બોયઝની ફાઇનલમાં મોખરાનો ક્રમાંકિત રેહાંશે સુરતના બીજા ક્રમાંકિત પ્રણવ કેલ્લાને ૩-૧થી હરાવ્યો હતો, જ્યારે ગર્લ્સની ફાઇનલમાં ટોચની પ્રિશાએ વડોદરાની બીજી ક્રમાંકિત સાનવી ચૌધરીને ૩-૦થી હરાવીને તાજ જીતી લીધો હતો. હોપ્સ (અંડર-૯) કેટેગરીમાં અમદાવાદના ટોચના ખેલાડી સાયાંશ ક્રિસ્ટીએ સુરતના ત્રીજા ક્રમાંકિત દૈવિક પટેલને ૩-૦થી હરાવીને બોયઝનું ટાઇટલ જીત્યું હતું.

    ગર્લ્સની ફાઇનલમાં, અમદાવાદની બીજી ક્રમાંકિત અનાયરા મણિયારે ટોપ સીડેડ અને પોતાના જ શહેરની સુહાની હાંડાને ૩-૧થી હરાવીને અંડર-૯ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. બોયઝ અંડર-૭ની ફાઇનલમાં, કચ્છના ભ્રાજ હિંગોરાણીએ મહાંક વાઘેલાને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

    ઇવેન્ટ ફાઇનલના પરિણામો

    મેન્સઃ અમદાવાદ જીત્યા વિરુદ્ધ અરવલ્લી ૩-૧., વિમેન્સઃ સુરત જીત્યા વિરુદ્ધ ભાવનગર ૩-૧., જુનિયર બોયઝઃ સુરત જીત્યા વિરુદ્ધ વડોદરા ૩-૧., સબ જુનિયર બોયઝઃ અમદાવાદ જીત્યા વિરુદ્ધ સુરત ૩-૨., સબ જુનિયર ગર્લ્સઃ સુરત જીત્યા વિરુદ્ધ અમદાવાદ ૩-૦., હોપ્સ (અંડર-૧૧) બોયઝ ફાઇનલઃ રેહાંશ સિંઘવી જીત્યા વિરુદ્ધ પવન કેલ્લા ૩-૧ (૧૧-૭, ૧૧-૩, ૭-૧૧, ૧૧-૮), હોપ્સ (અંડર-૧૧) ગર્લ્સ ફાઇનલઃ પ્રિશા પારેખ જીત્યા વિરુદ્ધ સાનવી ચૌધરી ૩-૦ (૧૧-૪, ૧૧-૪, ૧૧-૬), હોપ્સ (અંડર-૯) બોયઝ ફાઇનલઃ સાયાંશ ક્રિસ્ટી જીત્યા વિરુદ્ધ દેવિક શાહ ૩-૦ (૧૧-૪, ૧૧-૭, ૧૧-૩), હોપ્સ અંડર-૯ ગર્લ્સ ફાઇનલઃ અનાયરા મણિયાર જીત્યા વિરુદ્ધ સુહાની હાંડા ૩-૧ (૬-૧૧, ૧૧-૭, ૧૨-૧૦, ૧૧-૯), કેડેટ (અંડર-૧૩) બોયઝ ક્વા. ફાઇનલઃ નક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ હર્ષિલ સરૈયા ૩-૨ (૧૧-૬, ૧૧-૧૩, ૧૧-૫, ૫-૧૧, ૧૨-૧૦); ધ્રુવ ભાંભાણી જીત્યા વિરુદ્ધ હેનિલ લંગાલિયા ૩-૨ (૧૧-૬, ૧૨-૧૦, ૮-૧૧, ૬-૧૧, ૧૧-૮); ઇસ્માઇલ ધુપાલી જીત્યા વિરુદ્ધ દક્ષ જેઠવા ૩-૧ (૧૧-૭, ૧૧-૭, ૬-૧૧, ૧૨-૧૦); રેહાંશ સિંઘવી જીત્યા વિરુદ્ધ શ્લોક દવે ૩-૦ (૧૧-૬, ૧૧-૬, ૧૧-૪), કેડેટ અંડર-૧૩ ગર્લ્સ ક્વા. ફાઇનલઃ ધિમહી કાબરાવાલા જીત્યા વિરુદ્ધ રૂત્વી લિયા ૩-૦ (૧૧-૬, ૧૧-૫, ૧૧-૮); પ્રિશા પારેખ જીત્યા વિરુદ્ધ યાના સિંઘ ૩-૧ (૧૧-૨, ૧૩-૧૧, ૯-૧૧, ૧૧-૮); અરના તેતર જીત્યા વિરુદ્ધ માયરા ખેસકાની ૩-૧ (૧૨-૧૦, ૮-૧૧, ૧૧-૮, ૧૧-૯); ઝિનાલી પટેલ જીત્યા વિરુદ્ધ જેન્સી મોદી ૩-૧ (૧૧-૯, ૧૧-૩, ૯-૧૧, ૧૧-૫).

    Gandhidham
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદશરથ-દશાનન અને Dussehraનો આધ્યાત્મિક અર્થ
    Next Article Jamnagarમાં ૭૩ વર્ષીય વૃદ્ધા સાથે રૂપિયાની ઉઘરાણી મુદ્દે માથાકૂટ, નશાની હાલતમાં યુવક ઝડપાયો!
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Asian Para Games ૨૦૨૬માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ

    October 19, 2026
    ખેલ જગત

    BCCIએ પ્રજ્ઞાન ઓઝાને ભારતીય ટીમના ચીફ સિલેક્ટર બનાવ્યા

    October 19, 2026
    ખેલ જગત

    Shafali Vermaએ સ્મૃતિ મંધાનાનો રેકોર્ડ તોડી નાખ્યો, દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ટને પાછળ છોડી દીધો

    October 19, 2026
    ખેલ જગત

    Salman Ali Aghaએ ઇતિહાસ રચ્યો, પાંચમા નંબર પર સદી ફટકારી, મોહમ્મદ યુસુફને પાછળ છોડી દીધો

    October 19, 2026
    ખેલ જગત

    Pickleball શું છે? ભારતમાં લોકપ્રિય રમતના નિયમો, ફાયદા અને Best Guide [2026]

    October 19, 2026
    ખેલ જગત

    રાજ્યસભાના સાંસદ Kapil Sibal જંતર-મંતરને વિરોધ સ્થળ તરીકેની માન્યતા રદ કરવા બદલ મોદી સરકારની ટીકા કરી

    October 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,870
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-10-2026 21:36
    Categories
    Latest News

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026

    આજનું પંચાંગ

    October 19, 2026

    આજનું રાશિફળ

    October 19, 2026

    Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું

    October 19, 2026

    Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન

    October 19, 2026

    Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી

    October 19, 2026
    Search
    Main News

    ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફને મળવા પહોંચી Disha Patani

    October 19, 2026

    Asian Para Games ૨૦૨૬માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ

    October 19, 2026

    બ્રહ્મોસ કરતાં પણ ખતરનાક ભારતની Hypersonic Missile તૈયાર

    October 19, 2026

    ટાઈગર શ્રોફ પર હુમલાના સમાચાર સાંભળીને Shatrughan Sinha ચોંકી ગયા, પોતાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી

    October 19, 2026

    ટાઈગર શ્રોફે Eknath Shindeને કહ્યું કે તેમને પહેલા કોઈ ધમકી મળી નથી, કે તેમની કોઈ દુશ્મની નથી

    October 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026

    આજનું પંચાંગ

    October 19, 2026

    આજનું રાશિફળ

    October 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.