Jamnagar,તા.18
જામનગરની અદાલતમાં અપૂર્ણ વિરામ એન્ટરટેઈંટમેન્ટના માલિક વિવેક જેન્તીભાઈ ભદ્રા વિરૂધ્ધ ચેક રીટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
રમેશભાઈ કે જે જામનગર મુકામે રહે છે, અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરે છે રમેશભાઈ પાસે વિવેક જેન્તીભાઈ ભદ્રા દ્વારા રમેશભાઈ રૂબરૂ મળવા આવેલ અને જણાવેલ કે અમો શોર્ટ ફિલ્મ બનાવવાનું કામ કાજ કરીએ છીએ તમો આમાં રોકાણ કરો તો તમોને ખુબજ સારું વળતર મળશે તેવી લોભામણી સકીમ સમજવામાં આવેલ હતી.
જેથી રમેશભાઈએ વિવેકભાઈ સાથેના સબંધો અને મિત્રતાને ધ્યાનમાં રાખી અને વિવેકભાઈ જેન્તીભાઈ ભદ્રાની પેઢી અપૂર્ણવિરામ એન્ટરટેઈંટમેન્ટમાં 11 માસ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલ હતા. જે અન્વયે વિવેક ભદ્રા દ્વારા નોટરાઇઝ્ડ અગ્રીમેન્ટ પણ કરી આપવામાં આવેલ. ત્યારબાદ 11 માસ નો સમય પૂર્ણ થતા રમેશભાઈ દ્વારા વિવેક જેન્તીભાઈ ભદ્રા પાસે ઇન્વેસ્ટમેન્ટ કરેલ રકમ રૂ.1,08, 40,000ની માંગણી કરતા વિવેક જેન્તીભાઈ ભદ્રા દ્વારા પોતાની પઢી અપૂર્ણવિરામ એન્ટરટેઈંટમેન્ટ માંથી રમેશભાઈના નામનો રૂ.58,00,000 ચેક તથા રૂ.42,40,000ના પાર્ટ પેમેન્ટના ચેકો લખી આપવામ આવેલ.
જે ચેક રમેશભાઈ દ્વારા પોતાના ખાતામાં ભરતાં તેમના આધાત અને આશ્ચર્ય વચ્ચે ચેક રીટર્ન થયેલ હતા. જેથી રમેશભાઈ દ્વારા તુરંત વિવેક ભદ્રા નો સંપર્ક કરતા વિવેક ભદ્રા દ્વારા થોડા સમયમાં તમોને રકમ મળી જશે તેવું આશ્વાશન આપવામાં આવેલ.પરંતુ રકમ ચુકવાવમાં આવેલ નહી. જેથી રમેશભાઈ સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી થયેલ હોય જેથી રમેશભાઈ નારાજ થઇ તેમનાં વકીલ મારફત વિવેકભાઈ જેન્તીભાઈ ભદ્રાની તથા તેની પેઢી અપૂર્ણવિરામ એન્ટરટેઈંટમેન્ટને કાનૂની નોટીશનો કોઇ જવાબ આપેલ નહિં, કે રકમ ચુકવવામાં આવેલ નહિં જેથી નારાજ થઇ રમેશભાઈ દ્વારા તેમનાં વકીલ મારફત વિવેકભાઈ જેન્તીભાઈ ભદ્રાની પેઢી અપૂર્ણવિરામ એન્ટરટેઈંટમેન્ટ વિરૂધ્ધ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ – 138 મુજબ ચેક રીટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.
ઉપરાંત રમેશભાઈ દ્વારા વિવેકભાઈ જેન્તીભાઈ ભદ્રાની તથા તેની પેઢી અપૂર્ણવિરામ એન્ટરટેઈંટમેન્ટ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ વિગેરે ની કાર્યવાહી પણ કરવા જઈ રહેલ છે.. આમ, જામનગર ખાતે ખુબજ મોટા પ્રમાણમાં કરોડોનો ફ્રોડ કરેલ હોવાનું કિસ્સો બનેલ હોય તેવું ટોક ઓફ ઘી ટાઉનનો વિષય બનેલ છે. ફરિયાદ પક્ષે વકીલ તરીકે મયુર ડી કટારમલ રોકાયેલ હતા.