Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Microsoft લાવી રહ્યું છે નવું ફીચર: કમ્પ્યુટર હવે વાત કરશે યુઝર સાથે
    રાષ્ટ્રીય

    Microsoft લાવી રહ્યું છે નવું ફીચર: કમ્પ્યુટર હવે વાત કરશે યુઝર સાથે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 18, 2025Updated:October 18, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.18

    માઇક્રોસોફ્ટ દ્વારા હવે એક ગજબનું ફીચર લાવવામાં આવી રહ્યું છે. આ ફીચર તેમની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝમાં જોવા મળશે. માઇક્રોસોફ્ટ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ તેમના કમ્પ્યુટરમાં કરવા જઈ રહ્યું છે. વિન્ડોઝ 11માં એનો સમાવેશ કરવામાં આવતાં હવે દરેક કમ્પ્યુટર AI કમ્પ્યુટર બની જશે. માઇક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને કન્સ્યુમર ચીફ માર્કેટિંગ ઓફિસર યુસુફ મેહદી દ્વારા તેમના આ વિઝન વિશે વાત કરવામાં આવી છે. આ વિશે તેમણે એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી.

    અત્યાર સુધી AIનો સમાવેશ મોબાઇલમાં કરવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે કમ્પ્યુટરમાં પણ કરવામાં આવશે. કમ્પ્યુટરમાં AIની સર્વિસનો ઉપયોગ કરી શકાતો હતો, પરંતુ હવે કમ્પ્યુટરને જ AI આધારિત બનાવવામાં આવી રહ્યા છે. આઇફોનમાં જે રીતે સિરીનો સમાવેશ કરવામાં આવ્યો છે એ જ રીતે વિન્ડોઝની સિસ્ટમમાં AIનો સમાવેશ કરવામાં આવશે. અત્યારના કમ્પ્યુટર કરતાં આ એકદમ અલગ હશે. આ વિશે વાત કરતાં યુસુફ કહે છે, ‘અમને એવું લાગી રહ્યું છે કે અમે એક નવું રેવોલ્યુશન લાવવા માટે જઈ રહ્યા છીએ. AIનો સમાવેશ ફક્ત ચેટબોટમાં નહીં, પરંતુ દુનિયામાં ઉપયોગ કરતાં કરોડો લોકોની સિસ્ટમમાં કરવા જઈ રહ્યા છીએ.’

    માઇક્રોસોફ્ટ હવે યુઝર્સ માટે AIનો સમાવેશ વિન્ડોઝ 11માં કરવા જઈ રહ્યું છે. આ ફીચર્સનો ઉપયોગ યુઝર્સ દરરોજ અને તેમના દરેક કામ માટે કરી શકશે. અત્યાર સુધી યુઝર્સ દ્વારા અન્ય AI ચેટબોટ અથવા તો માઇક્રોસોફ્ટના જ કોપાઇલટનો ઉપયોગ કરવો પડતો હતો. જોકે હવે મેકબુકમાં જે રીતે સિરી છે એ જ રીતે કોપાઇલટનો પણ સમાવેશ કરવામાં આવશે. આથી યુઝર્સે હવે તેમના કામ કરવા માટે કમ્પ્યુટરને ફક્ત કમાન્ડ આપવાનો રહેશે. આ વિશે યુસુફ કહે છે, ‘યુઝર હવે તેમના કમ્પ્યુટર સાથે વાત કરશે. યુઝરની દરેક વાતને કમ્પ્યુટર સમજશે અને ત્યાર બાદ યુઝર માટે જાદુઈ રીતે કામ થઈ જશે.’

    આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે હવે ફક્ત અવાજ કરવાનો રહેશે. એટલે કે મેકબુકમાં જે રીતે ‘Hey Siri’ કહેવામાં આવે છે એ જ રીતે માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં ‘Hey Copilot’ કહેવું પડશે. આ કમાન્ડની રીતે કામ કરશે અને એથી વિન્ડોઝ 11નું AI ફીચર એક્ટિવેટ થઈ જશે. આથી અવાજ હવે ઇનપુટ એટલે કે કમાન્ડ તરીકે કામ કરશે. ત્યાર બાદ યુઝર અને કમ્પ્યુટર બન્ને વાતો કરી શકશે. યુસુફના જણાવ્યા અનુસાર આ ફીચર માઉસ અને કીબોર્ડની જગ્યા લેશે એવું નથી, પરંતુ યુઝરના કામને વધુ સરળ જરૂર બનાવશે.માઇક્રોસોફ્ટ દ્વારા હાલમાં કોપાઇલટના વિઝન ફીચરને ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરમાં AI સ્ક્રીનને સ્કેન કરશે અને ત્યાર બાદ એપ્લિકેશન અથવા તો કોઈ પણ બાબત વિશે યુઝરના સવાલના જવાબ આપશે. એમાં ફોટો અને ડોક્યુમેન્ટને પણ એ સ્કેન કરશે. દુનિયામાં જ્યાં જ્યાં કોપાઇલટનો ઉપયોગ કરી શકાય છે ત્યાં આ ફીચરનો ઉપયોગ યુઝર કરી શકશે. ત્યાર બાદ કોપાઇલટ એક્શનનું ફીચર આપવામાં આવી રહ્યું છે. આ ફીચરમાં AI યુઝરના કમ્પ્યુટર માટે એક્શન એટલે કે કામ કરશે. ઉદાહરણ તરીકે યુઝર્સના ફોટોથી ભરેલું એક ફોલ્ડરને એડિટ કરવાનું હશે તો એ માઇક્રોસોફ્ટનું AI કરી દેશે.માઇક્રોસોફ્ટ હવે ટાસ્કબારમાં પણ કોપાઇલટનો સમાવેશ કરવા જઈ રહ્યું છે. આથી એક ક્લિક કરતાં જ યુઝર કોપાઇલટ વિઝન અને વોઇસ ફીચરનો ઉપયોગ કરી શકશે. યુઝર દ્વારા ‘Hey Copilot’ કમાન્ડ ન આપવો હોય એ આ બટનનો ઉપયોગ કરી શકશે. આ ફીચર દ્વારા AI હવે લોકલ ફાઇલ, એપ્સ અને સેટિંગ્સને પણ એક્સેસ અને સર્ચ કરી શકશે. આ ફીચરની મદદથી યુઝરના દરેક કામ સરળ અને સમય ઓછો જશે. માઇક્રોસોફ્ટ દ્વારા હવે કોપાઇલટને એક ચેટબોટ તરીકે નહીં, પરંતુ એક AI ઓપરેટિંગ સિસ્ટમ તરીકે જોવામાં આવી રહી છે.

    bringing a new feature Computers Microsoft
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026
    મુખ્ય સમાચાર

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump

    April 18, 2026
    રાષ્ટ્રીય

    કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે, ૧૦૦ થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.