New Delhi, તા.૨૦
બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નોર્વે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નોર્વેમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે Social Media તેમજ કેટલાક લોકપ્રિય ગેમિંગ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રસ્તાવિત નિયમો અંતર્ગત બાળકોની ઓનલાઈન ગતિવિધિઓ પર કાબૂ મેળવવા માટે કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા છે.
નોર્વે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, પ્રસ્તાવિત બિલમાં બાળકો માટે જોખમી સાબિત થતા સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મને હાનિકારક શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ નવા નિયમોની સીધી અસર રોબ્લોક્સ (ર્ઇહ્વર્ઙ્મટ), સ્નેપચેટ (જીહટ્ઠષ્ઠરટ્ઠં) અને ટિકટોક (્ૈાર્ા) જેવી લોકપ્રિય એપ્સ અને ગેમિંગ સેવાઓ પર જોવા મળશે.નોર્વેએ અગાઉ એપ્રિલ મહિનામાં જ સ્પષ્ટ કર્યું હતું કે વર્ષના અંત સુધીમાં સંસદમાં એક વિશેષ બિલ રજૂ કરવામાં આવશે, જે હેઠળ બાળકો ૧૬ વર્ષની ઉંમર પૂરી ન કરે ત્યાં સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં. આ નિયમ હેઠળ ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા કંપનીઓ પર જ યુઝર્સની સાચી ઉંમર ચકાસવાની મુખ્ય જવાબદારી રહેશે, અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે ભારે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર નોર્વે પહેલો દેશ નથી. અગાઉ ઓસ્ટ્રેલિયા દ્વારા ૧૬ વર્ષથી ઓછી ઉંમરના સગીરો માટે સોશિયલ મીડિયા પર સત્તાવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે ફેસબુક, યુટ્યુબ, એક્સ (ઠ) અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ્સે પણ ત્યાં કડક વય ચકાસણી પદ્ધતિ અપનાવી પડી છે. ઓસ્ટ્રેલિયા બાદ ઓસ્ટ્રિયા અને બ્રાઝિલ જેવા દેશો પણ આ દિશામાં નવા કાયદા અને બિલો રજૂ કરી ચૂક્યા છે, ત્યારે હવે નોર્વેના આ પગલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકોની ઓનલાઈન સુરક્ષાનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.

