New Delhi, તા.૨૦
New Delhiમાં દશેરા પર્વે પરંપરાગત રાવણ દહનની સાથે ૩૦ ફૂટ ઊંચા ’કોકરોચ’ના પૂતળાનું પણ દહન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે કોકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ)ના સ્થાપક અભિજીત દીપકેએ કટાક્ષ કરતા કહ્યું છે કે, ’ફ્રી પબ્લિસિટી માટે આભાર.’ દિલ્હીના પીતમપુરા સ્થિત મેદાનમાં શ્રી કેશવ રામલીલા કમિટી દ્વારા રાવણ, કુંભકર્ણ અને મેઘનાદની સાથે આ વિશાળ કોકરોચનું પૂતળું પણ બાળવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
કમિટીનું કહેવું છે કે, આ પહેલ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી રહી છે. શ્રી કેશવ રામલીલા કમિટીના પ્રમુખ અને મોડલ ટાઉનના ભાજપ ધારાસભ્ય અશોક ગોયલ દેવરાહાએ જણાવ્યું હતું કે, કોકરોચનું પૂતળું ગંદકીનું પ્રતીક છે અને આ નિર્ણય પાછળનો હેતુ બદી પર સારપની જીતનો સંદેશ આપવાનો છે. આ વર્ષે ઘર, મહોલ્લા અને સમાજમાંથી ગંદકી અને અસ્વચ્છતા દૂર કરવાનો સંદેશ આપવા માટે કોકરોચની પસંદગી કરવામાં આવી છે. આ નિર્ણય પાછળ કોઈ રાજકીય હેતુ હોવાનો સ્પષ્ટ ઇનકાર કરતા તેમણે ઉમેર્યું કે, આ પહેલ ’સ્વચ્છ ભારત’ અને ’સ્વચ્છ દિલ્હી’ અભિયાનને સમર્થન આપે છે.
આ પૂતળા દહનની ચર્ચા એવા સમયે સામે આવી છે જ્યારે ’કોકરોચ જનતા પાર્ટી’ નામનું એક વ્યંગાત્મક આંદોલન ચર્ચામાં છે. આ ચળવળની શરૂઆત સુપ્રીમ કોર્ટમાં ૧૫ સ્ટ્ઠઅના રોજ થયેલી એક સુનાવણી દરમિયાન તત્કાલીન ન્યાયાધીશ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ થઈ હતી. કોર્ટમાં બોગસ ડિગ્રીઓ મેળવીને સોશિયલ મીડિયા કે ઇ્ૈં એક્ટિવિસ્ટ બનતા કેટલાક લોકોની સરખામણી સિસ્ટમ પર હુમલો કરતા ’કોકરોચ’ સાથે કરવામાં આવી હતી.
તે નિવેદન બાદ યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેમાંથી પાછળથી ઝ્રત્નઁ આંદોલન શરૂ થયું. જોકે, બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મૌખિક ટિપ્પણીઓને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ઝ્રત્નઁએ પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ દેખાવો કર્યા હતા અને હાલમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જીૈંઇ)માં કથિત ગેરરીતિઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે આંદોલન ચલાવી રહી છે.

