પાદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અને વાઘોડિયા-હાલોલ રોડ પર સર્જાયેલા અલગ-અલગ અકસ્માતો
Vadodara, તા.૨૧
Vadodaraમાં અકાળે મોતની ત્રણ મોટી ઘટનાઓ સામે આવી છે. વડોદરાની જીજીય્ હોસ્પિટલમાં મેડિકલ ૈંઝ્રેંના તમામ ૪૦ બેડ ભરાઈ જતાં દર્દીઓની સારવારને લઈને મુશ્કેલી ઊભી થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના લીધે બે લોકોનાં મોત નીપજ્યાં હોવાનો આક્ષેપ છે. બીજી તરફ પાદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અને વાઘોડિયા-હાલોલ રોડ પર સર્જાયેલા અલગ-અલગ અકસ્માતોમાં એક બાળક, એક મહિલા સહિત કુલ ચાર લોકોનાં મોત થયા છે. બંને અકસ્માતોમાં અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Vadodaraની જીજીય્ હોસ્પિટલમાં મેડિકલ ૈંઝ્રેંના તમામ ૪૦ બેડ ભરાઈ જતાં દર્દીઓની સારવારને લઈને ગંભીર સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો થયા છે. બેડ ઉપલબ્ધ ન હોવાને કારણે દર્દીઓના સ્વજનો પાસે અંબુ બેગથી પંપ કરાવવાની સ્થિતિ ઊભી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, બેડ ન મળવાને કારણે બે દર્દીઓનાં મોત થયાં હોવાના આક્ષેપો થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, હોસ્પિટલના ઇર્સ્ંના જણાવ્યા અનુસાર, પડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી હોસ્પિટલ પર ભારણ વધ્યું છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા દર્દીઓને પૂરતી સારવાર આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Vadodara નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર બે દિવસથી બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ એક ઇલેક્ટ્રિક કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત થયો હતો. કારમાં નાના બાળકો સહિત ૬થી ૭ લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં એક બાળક અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.
વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં હાલોલ-વડોદરા રોડ પર ભાવપુરા ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. રોડ પર બંધ હાલતમાં ઊભેલી પિકઅપ વાન પાછળ એક્ટિવા ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. પિકઅપ ટેમ્પોમાં ટેકનિકલ ખામી સર્જાતાં તેને રસ્તા પર ઊભો રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર મહિલા અને પુરુષનાં મોત નીપજ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ગતરાત્રે સુરત જિલ્લાના ઓલપાડમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક પર સવાર ચાર યુવકો બ્રિજ પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતકોનો પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. જ્યારે અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઇને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે ચારેય યુવકો બાઇક પર પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન તેમનું બાઇક બ્રિજની સેફ્ટી વોલ સાથે અથડાયું હતું. જેને લીધે તેઓ બ્રિજની ઉપરથી નીચે લગભગ ૫૦ ફૂટની ઉંચાઇએથી નીચે પટકાયા હતા. ગંભીર ઇજાને કારણે ત્રણ યુવકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

