Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!

    October 21, 2026

    આજનું પંચાંગ

    October 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો
    • Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: પત્ની, બે સંતાનોને વચગાળાની ખાધા ખોરાકી ચુકવવા ક્લાસીસ સંચાલકને હુકમ
    • Rajkot: દેણું ઉતારવા ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવી ડિલિવરીબોય ઓળવી ગયો
    • Rajkot: વાવડીમાં સગીરાએ ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી
    • Rajkot: સિદ્ધિ એમ્પાયર એપાર્ટમેન્ટના નવમાં માળેથી પટકાતા વૃદ્ધનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»Junagadhના શિક્ષિકા મીરા વૈષ્ણવને રાજ્યકક્ષાનો પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત
    જૂનાગઢ

    Junagadhના શિક્ષિકા મીરા વૈષ્ણવને રાજ્યકક્ષાનો પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત

    Vikram RavalBy Vikram RavalOctober 21, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.૨૧ઃ

    ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણા અને આશીર્વાદથી તથા કિશનચંદ ટેકચંદ પરિવાર, ખેડબ્રહ્માના સૌજન્યથી પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા પ્રકૃતિ મિત્ર એવોર્ડ-૨૦૨૬ કાર્યક્રમનું આયોજન વાત્સલ્યધામ શિક્ષણ અને સેવા સંકુલ, હડાદ, બનાસકાંઠા ખાતે કરવામાં આવ્યું હતું.

    કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર, ચણાકાના શિક્ષિકા સુશ્રી મીરા સતિષભાઈ વૈષ્ણવને પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ જતન ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરી બદલ રાજ્યકક્ષાનો પ્રકૃતિ મિત્ર એવોર્ડ-૨૦૨૬ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે તેમને જૂનાગઢ જિલ્લા કન્વીનર તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી તેમને કાર્યક્રમમાં બેવડું સન્માન પ્રાપ્ત થયું હતું.

    પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, પ્રકૃતિ જતન અને જીવદયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો, ખેડૂતો, વેપારીઓ, વિવિધ વ્યવસાયકારો, અધિકારીઓ તથા એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રકૃતિપ્રેમીઓની પસંદગી કરી દર વર્ષે પ્રકૃતિ મિત્ર એવોર્ડથી સન્માન કરવામાં આવે છે. આ વર્ષે જૂનાગઢ જિલ્લામાંથી સુશ્રી મીરા સતિષભાઈ વૈષ્ણવની પસંદગી કરવામાં આવી હતી. તેઓ પ્રકૃતિ મિત્ર તરીકે શાળામાં પણ વિવિધ પ્રકૃતિ સંરક્ષણની પ્રવૃત્તિઓ ચલાવે છે જેમાં ઇકો ક્લબ, પર્યાવરણ પ્રયોગશાળા, બીજ બેંક તેમજ પ્રકૃતિ મંડળ જેવી પ્રવૃત્તિ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ વનવિભાગ દ્વારા થતી પ્રકૃતિ શિક્ષણ શિબિરના તજજ્ઞ તરીકે પણ સેવાઓ આપે છે અને વિધાર્થીઓને વિવિધ જગ્યાએ થતી પ્રકૃતિ શિક્ષણ શિબિર માં લઈ જઈને પર્યાવરણ નું શિક્ષણ આપી પ્રકૃતિપ્રેમી બનાવે છે. તેઓ વિદ્યાર્થીઓને અનુભવ જન્ય શિક્ષણ મળી રહે તે માટે ૧૬૦ થી વધુ જગ્યાએ ક્ષેત્રિય મુલાકાત કરાવેલ છે. શિક્ષણક્ષેત્રે તેમનો આ નવતર પ્રયોગ રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે. પર્યાવરણ સંરક્ષણ અભિયાન અંતર્ગત તેમણે પ્લાસ્ટિક માંથી ૩૦૦ જેટલા વિવિધ ગણિત -વિજ્ઞાનના રમકડા અને  પ્રયોગોના સાધનો બનાવેલ છે, જે નેશનલ ટોય ફેર માં પસંદગી પામેલ છે.

    આ સમારોહ ના મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠા જિલ્લાના સંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયા તથા વાહ સંસ્થાના ચેરમેન પ્રફુલભાઈ અમીન તેમજ આર્ટ ઓફ લિવિંગના શ્રી સંજીવ કોઠારી અને શ્રીમતી જીગીશા કોઠારી તથા કિશનચંદ ટેક ચંદ પરિવાર, ખેડબ્રહ્માના તમામ સભ્યો અને પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાતના મુખ્ય સંયોજક ડૉ. રાકેશ કે. પ્રજાપતિ અને તેમના શાળા મંડળના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી  ઉપસ્થિત રહ્યા હતા.

    ચાલુ વર્ષે પ્રકૃતિ મિત્ર ગ્રુપના પર્યાવરણ અભિયાન સાથે ગુજરાતની ૧૦૦૦ થી વધુ શાળાઓ, મહારાષ્ટ્રની આશરે ૧૫૦ શાળાઓ તથા રાજસ્થાનની આશરે ૫ શાળાઓ જોડાઈ હતી. તા.૨૫ ઓગસ્ટના રોજ એકસાથે વૃક્ષારોપણ સહિતની પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ યોજીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાની સિદ્ધિ પણ હાંસલ કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ થયેલા પર્યાવરણપ્રેમી મિત્રોને એવોર્ડ, આકર્ષક ભેટ તથા પ્રસાદ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    આ કાર્યક્રમને સફળ બનાવવા રિહેન એચ. મહેતા વિદ્યાલય, માંકડીના વ્યવસ્થાપક સમિતિના સભ્યો, સમગ્ર સ્ટાફ પરિવાર, પ્રકૃતિ મિત્ર બાળકો તથા વિવિધ જિલ્લાના કન્વીનર મિત્રોએ ભારે જહેમત ઉઠાવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવી સમાજમાં પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણ જાગૃતિની ભાવના મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

    Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆયુર્વેદિક પંચકર્મનું પરિણામઃબેસી પણ ન શકતા Junagadhના કિશનભાઇ ટાંકની આજે ૨૦ કિ.મી. ચાલવાની ક્ષમતા
    Next Article Amreliમાં પૂર્વ જાણ વગર જ લાઠી રોડનું રેલવે ફાટક બંધ વાહન ચાલકોમાં ભારે રોષ !
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    આયુર્વેદિક પંચકર્મનું પરિણામઃબેસી પણ ન શકતા Junagadhના કિશનભાઇ ટાંકની આજે ૨૦ કિ.મી. ચાલવાની ક્ષમતા

    October 21, 2026
    જૂનાગઢ

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપ, જી.આર.ડી. મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    જૂનાગઢ

    Junagadhમાં ૬૦૦ સ્થળે રાસ-ગરબાની રમઝટ, મંદિરોમાં અનુષ્ઠાન અને માતાજીની આરાધના

    October 13, 2026
    જૂનાગઢ

    PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન

    October 13, 2026
    જૂનાગઢ

    Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું

    October 12, 2026
    જૂનાગઢ

    Junagadh પોલીસે ૯૬ લાખથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર, તો ડ્રગ્સની હેરાફેરીમાં ફરાર ૨ને પણ દબોચ્યા

    September 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,030
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,940
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,490
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-10-2026 00:20
    Categories
    Latest News

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!

    October 21, 2026

    આજનું પંચાંગ

    October 21, 2026

    આજનું રાશિફળ

    October 21, 2026

    Rajkot: પત્ની, બે સંતાનોને વચગાળાની ખાધા ખોરાકી ચુકવવા ક્લાસીસ સંચાલકને હુકમ

    October 21, 2026

    Rajkot: દેણું ઉતારવા ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવી ડિલિવરીબોય ઓળવી ગયો

    October 21, 2026
    Search
    Main News

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે : Marco Rubio

    October 21, 2026

    Sudanમાં ગૃહ યુદ્ધ ભયાનક સ્તરે, બજારમાં ભીષણ ડ્રોન હુમલામાં ૧૫૦ લોકોના મોત

    October 21, 2026

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું: ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    Sensex અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો…!!!

    October 21, 2026

    આજનું પંચાંગ

    October 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.