Mumbaiતા.28
ભારતીય ઉદ્યોગજગતના મહારથી રતન ટાટાની ચીર વિદાય બાદ ટાટા ગ્રુપને આંતરિક રીતે સર્જાયેલો વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને એક વખત રતન ટાટાના ભારે વિશ્વાસુ ગણાતા ટાટા ટ્રસ્ટના ડિરેકટર મેહલી મિસ્ત્રી ને હવે ટ્રસ્ટમાંથી ટ્રસ્ટી તરીકે દુર કરવા બહુમતી ટ્રસ્ટીઓએ મતદાન કર્યુ હોવાનું સંકેત છે.
જેના કારણે આગામી દિવસોમાં ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સમાં વિખવાદ વધશે. છેલ્લા કેટલાક સમયથી રતન ટાટાના વારસદાર બનનાર નોએલ ટાટા કે જે ટાટા ટ્રસ્ટના ચેરમેન છે તેઓએ મેહલી મિસ્ત્રી સામે મોરચો માંડયો છે.
અગાઉ મિસ્ત્રી એ તેના અન્ય સાથીઓ સાથે ટાટા ટ્રસ્ટમાંથી એક ટ્રસ્ટી વિજયસિંઘને દુર કરવાનું સફળતાપૂર્વક પાર પાડતા જ હવે નેઓલ ટાટા એ વળતા પગલામાં શ્રી રતન ટાટા ટ્રસ્ટ તથા સર દોરાવજી ટાટા ટ્રસ્ટ કે જે ટાટા સન્સમાં 51 ટકા હિસ્સો ધરાવે છે અને એકંદરે 66 ટકા શેરહોલ્ડીંગ પર અંકુશ છે તેના ટ્રસ્ટી પદ માટેની લડાઈ આગળ વધી છે અને ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીપદેથી મેઈલી મિસ્ત્રી ને દુર કરવા બહુમતીથી મતદાન થયુ હોવાનો સંકેત છે.
મુળ વિવાદ ટાટા સન્સને લીસ્ટેડ કંપનીમાં ફેરવવાનો છે જેમાં નેઓલ મિસ્ત્રી અને તેમનું જૂથ વિરોધ કરી રહ્યું છે જયારે ટાટા સન્સમાં 18 ટકાનો હિસ્સો ધરાવતા શાપોરજી પાલોનજી ગ્રુપ સહિતના રોકાણકારો ટાટા ટ્રસ્ટના શેરને લીસ્ટેડ કરાવવાની તરફેણમાં છે જેથી તેમના રોકાણની કિંમત મળી રહે પરંતુ નેઓલ ટાટા સહિતના ટ્રસ્ટીઓને ભય છે કે એક વખત ટાટા સન્સ લીસ્ટેડ કંપની થઈ જાય તો ભવિષ્યમાં તેના ટેકઓવરનો ભય રહે છે.

