NIKHIL BHATT
રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ભારતીય શેરબજારમાં ગુરુવારના રોજ શરૂઆતના વેપારમાં તેજી જોવા મળી હતી.આ તેજી વ્યાપક અને મજબૂત બને તે માટે બજાર સામે કેટલાક પડકારો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ઊંચા ભાવ, અમેરિકાના વ્યાજદર અંગેની અનિશ્ચિતતા અને ઊંચા બોન્ડના વળતરે રોકાણકારોને સાવચેતી રાખવા પ્રેર્યા છે.મોટા શેરોની સાથે મધ્યમ અને નાના કદની કંપનીઓના શેરમાં પણ મર્યાદિત ખરીદી જોવા મળી હતી. તેમ છતાં, તમામ ક્ષેત્રોમાં એકસરખી તેજી ન હોવાથી બજારમાં પસંદગી આધારિત ખરીદીનું વાતાવરણ રહ્યું હતું.
બજારની શરૂઆત સકારાત્મક રહી હતી, પરંતુ વૈશ્વિક આર્થિક પરિબળોને કારણે રોકાણકારો આક્રમક ખરીદી કરતાં પસંદગીપૂર્વકના સોદા કરતા જોવા મળ્યા હતા.અગાઉના વેપાર સત્રમાં વેચવાલીના દબાણને કારણે બજાર નીચું બંધ થયું હતું. દિવસ દરમિયાન નીચા સ્તરેથી સુધારો થયો હોવા છતાં નફો બુક કરવાની પ્રવૃત્તિએ તેજીને મર્યાદિત રાખી હતી. તેથી હાલ બજારમાં એકતરફી દિશા કરતાં વધઘટવાળી હલચલનું જોખમ યથાવત્ છે.
બજારમાં શરૂઆતની તેજી પાછળ કેટલાક મહત્ત્વનાં પરિબળો જવાબદાર રહ્યાં હતાં. અમેરિકાના શેરબજારમાં અગાઉના સત્રમાં નાસ્ડેકમાં ૦.૨૭ ટકા, એસએન્ડપી ૫૦૦માં ૦.૨૮ ટકા અને ડાઉ જોન્સમાં ૦.૧૯ ટકાનો વધારો નોંધાયો હતો. આ સકારાત્મક સંકેતોએ ભારતીય બજારને પ્રારંભિક ટેકો આપ્યો હતો.
ભારતીય બજારમાં મધ્યમ અને નાના કદની કંપનીઓના શેરમાં ખરીદી જોવા મળી હતી.વધુમાં, અગાઉના સત્રમાં વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બંને ચોખ્ખા ખરીદદાર રહ્યા હોવાથી બજારના સેન્ટિમેન્ટને થોડો આધાર મળ્યો હતો.
બજારની તેજી સામે સૌથી મોટો પડકાર ક્રૂડ તેલના ઊંચા ભાવનો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ આશરે ૧૧૪.૫૦ ડોલર નજીક રહેતાં ભારતના આયાત ખર્ચ, મોંઘવારી અને કંપનીઓના નફા પર દબાણ વધવાની ચિંતા છે. ક્રૂડના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહે તો દેશની વેપાર ખાધ અને રૂપિયાની સ્થિતિ પર પણ અસર પડી શકે છે.
અમેરિકાની કેન્દ્રીય બેન્કે વ્યાજદર યથાવત્ રાખ્યા હોવા છતાં બે સભ્યોએ વ્યાજદર વધારવાની તરફેણ કરી હતી. તેના કારણે ડિસેમ્બરમાં ફરી વ્યાજદર વધવાની શક્યતા અંગે બજારમાં ચિંતા વધી હતી. અમેરિકાના દસ વર્ષના સરકારી બોન્ડનું વળતર આશરે ૫.૦૨ ટકા રહેતાં શેરબજારમાં જોખમ લેવાની તૈયારી મર્યાદિત રહી હતી. ઊંચા વ્યાજદર અને બોન્ડના વળતરની અસર ખાસ કરીને ઊંચા મૂલ્યાંકન ધરાવતા શેરો પર પડી શકે છે.
એશિયાના બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. શાંઘાઈ બજાર ૦.૮૨ ટકા અને શેનઝેન બજાર ૨.૪૮ ટકા ઘટ્યાં હતાં. દક્ષિણ કોરિયાના કોસ્પી સૂચકાંકમાં ૨.૭૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ, જાપાનનો નિક્કેઈ ૦.૨૮ ટકા અને હોંગકોંગનો હેંગસેંગ ૦.૦૬ ટકા વધ્યો હતો.આ મિશ્ર વૈશ્વિક સંકેતો ભારતીય બજારમાં એકતરફી તેજી માટે પૂરતો આધાર પૂરો પાડતા નથી. અમેરિકાની નાણાકીય નીતિ, બોન્ડના વળતર અને આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિમાં થતા ફેરફારો પર રોકાણકારોની નજર રહેશે.
૨૮ ઑક્ટોબરના વેપારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આશરે રૂ.૮૭૨ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ આશરે રૂ.૬૪૩ કરોડની ચોખ્ખી ખરીદી નોંધાવી હતી. બંને વર્ગના રોકાણકારોની ખરીદી બજાર માટે સહાયક પરિબળ છે. જોકે, માત્ર એક દિવસના આંકડાના આધારે લાંબા ગાળાના રોકાણ વલણ અંગે નિશ્ચિત નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી.
ક્રૂડ તેલના ભાવમાં ઊંચું સ્તર જળવાઈ રહેવું ભારતીય શેરબજાર માટે ચિંતાનો વિષય છે. ભારત ઊર્જાની જરૂરિયાત માટે આયાત પર આધારિત હોવાથી તેલના ભાવમાં વધારો મોંઘવારી વધારી શકે છે અને કંપનીઓના ઉત્પાદન તથા પરિવહન ખર્ચ પર અસર કરી શકે છે. આ પરિબળ બજારની તેજીને મર્યાદિત રાખી શકે છે.
ભાવિ દિશા :-
બજારની દિશા વૈશ્વિક સંકેતો, ક્રૂડના ભાવ અને નિફ્ટીના મહત્ત્વના સ્તરો પર આધારિત રહેશે. એકંદરે, બજારમાં શરૂઆતની તેજી હોવા છતાં ઊંચા ક્રૂડના ભાવ, અમેરિકાના વ્યાજદર અંગેની અનિશ્ચિતતા અને એશિયાના મિશ્ર સંકેતોને કારણે સાવચેતી જરૂરી છે. હાલની સ્થિતિમાં તેજીનો નિર્ણય માત્ર પ્રારંભિક વધારાના આધારે લેવાને બદલે નિફ્ટી ૨૩,૦૦૦ની ઉપર ટકે છે કે નહીં અને બજારમાં ખરીદી કેટલા ક્ષેત્રોમાં ફેલાય છે તેના આધારે લેવો વધુ યોગ્ય રહેશે.
તા.૩૦.૧૦.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે..
- તા.૨૯.૧૦.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૦૫૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૧૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૩૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૩૦૦૩ પોઈન્ટ થી ૨૨૯૭૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૨૮૮૦ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ટ્રેન્ટ ( ૨૮૮૭ ) :- રિટેલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૮૩૩ નો પ્રથમ તેમજ રૂ.૨૮૧૮ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૨૯૦૩ થી રૂ.૨૯૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૯૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એપીએલ એપોલો ( ૨૨૦૦ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૨૧૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૧૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૨૨૨૩ થી રૂ.૨૨૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૮૭૦ ) :- રૂ.૧૮૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૮૩૦ ના બીજા સપોર્ટથી પોર્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૯૩ થી રૂ.૧૯૦૨ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ઓબેરોઈ રિયલ્ટી ( ૧૬૫૧ ) :- રિયલ એસ્ટેટ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૭૩ થી રૂ.૧૬૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૧૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- વોલ્ટાસ ( ૧૦૫૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૨૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૬૭ થી રૂ.૧૦૭૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- વારી એનર્જી ( ૨૩૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિન્યુએબલ એનર્જી સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૩૪૭ આસપાસ સપોર્ટથી રૂ.૨૩૦૩ થી રૂ.૨૨૮૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ટીવીએસ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૧૮૧ ) :- રૂ.૨૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૨૨૨૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૨૧૬૩ થી રૂ.૨૧૪૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
- કોફોર્જ ( ૧૯૭૦ ) :- ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૪૭ થી રૂ.૧૯૨૫ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૦૮ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- મઝગાંવ ડોક ( ૧૭૬૦ ) :- ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૮૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૩૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
- કોચીન શિપયાર્ડ ( ૧૧૫૭ ) :- ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૮૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૩૪ થી રૂ.૧૧૨૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

