કુવાડવા ગામે યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
Rajkot તા.૨૯ઃ
રાજકોટ તાલુકાના નાગલપર ગામે રહેતા ૪૬ વર્ષે આધેડે ગઈકાલે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ૧૦૮ ની ટીમ દોડી ગઈ હતી અને ઘટના સ્થળે આધેડને મૃત જાહેર કર્યો હતો બીજા બનાવમાં કુવાડવા ગામે રહેતા ૨૫ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઈ લેતા ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો ઘટનાને પગલે કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અંગે બંને મૃતકોના આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ દિવસે અને દિવસે આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે રાજકોટ તાલુકાના નાગલપર ગામે નવીન નગરમાં રહેતા અમૃતગીરી અશોકગીરી ગોસ્વામી ઉંમર ૪૬ વર્ષીય આધેડ ગઈકાલે બપોરે પોતાના ઘરે અગમ્ય કારણોસર ઘરે ફાંસો ખાઈ લેતા તાત્કાલિક ૧૦૮ ની ટીમ દોરી ગઈ હતી અને ઘટના સ્થળ પર ઈએમટીએ આધેડને મૃત જાહેર કર્યો હતો કુવાડવા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે હાલ હેડ કોન્સ્ટેબલ વીડી મકવાણા એ વધુ તપાસ હાથ ધરી છે
બીજા બનાવમાં કુવાડવા ગામે રહેતા જગદીશભાઈ રઘુભાઈ દુધરેજીયા ઉંમર વર્ષ ૨૫ વર્ષ યુવકે ગઈકાલે કુવાડવા ગામના પુલ નીચે ઝેરી ટીકડા ખાઈ લેતા તાત્કાલિક ૧૦૮ મારફતે રાજકોટની ખાનગી હોસ્પિટલના ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ હતા કુવાડવા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતકનું આપાતનું કારણ હજુ સુધી અકબંધ છે આ અંગે હેડ કોન્સ્ટેબલ એનએમ શિરોડિયાએ વધુ તપાસ હાથ ધરી છે

