અગાઉના વિવાદને રફેદફે કર્યો અને એમ્બ્યુલન્સની ખરાબ પરિસ્થિતિથી કંટાળી ડ્રાઈવર રાજીનામા આપ્યા હોવાની ચર્ચા જાગી
Rajkot તા.૨૯ઃ
શહેરમાં આવેલ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત એમ્બ્યુલસમાં સેવાના ઢાંક પછાડા કરતા હોય તેવા ફરી ફિલ્મો દ્રશ્યો માં‘‘ ચલ યાર ધક્કા માર‘‘ હોવાના ફોટો વાયરલ થયો છે જેમાં ૩ કર્મચારી એમ્બ્યુલન્સને ધક્કો મારી ચાલુ કરતા હોય આ અંગે અગાઉ પણ આ રીતે દર્દી માટેની એમ્બ્યુલસની સેવા ખોરવાઈ હોવાના પુરાવા મળ્યો છે અને વહીવટી તંત્ર સેવા સુધારવા નિષ્ફળ રહ્યું હોય તેવી લોક ચર્ચા જાગી છે
આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં મધ્યસ્થ આવેલ પીડીયુ સરકારી સિવિલ હોસ્પિટલ દિવસે અને દિવસે વિવાદમાં ઘેરાયેલી રહે છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં થોડા દિવસ પૂર્વે દર્દીઓના હીત માટે એમ્બ્યુલસ ઓન કોલ રાખવામાં આવે છે અને થોડા દિવસ પૂર્વે એમ્બ્યુલન્સ ડ્રાઈવર દ્વારા એમ્બ્યુલસમાં બેટરી, પંચર સહિત ખરાબ સ્થતિ ધ્યાને લેતા ડ્રાઈવર દ્વારા રાજીનામુ અપાયા હોવાનો વિવાદ સર્જાયો હતો અને વહીવટી વિભાગે ઢાક પછેડા કરી મુદ્દાને રફેદફે કર્યો હતો જેમાં આજે બપોરે સિવિલ હોસ્પિટલમાં કેમ્પમાં ત્રણ કર્મચારી એ ફિલ્મ જેવા દ્રશ્યો માં કેદ થયા હતા જેમાં ત્રણ વ્યક્તિ ‘‘ચલ યાર ધક્કા માર‘‘ જેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા જેથી સિવિલ હોસ્પિટલમાં વહીવટી વિભાગની ગભીર બેદરકારીનું જાગતું ઉદાહરણ જોવા મળ્યું હતું અને દર્દી માટે રાખવામાં આવેલ ઓન કોલ એમ્બ્યુલ્સ બંધ હાલત હોઈ તો દર્દી ને લઈ જવા માટે દર્દીના પરિવારને ફરજિયાત ખાનગી એમ્બ્યુલ્સ માટે આર્થિક બોજ વધારવા મજબૂર કર્યા છે આ અંગે અગાઉ પણ એમ્બ્યુલસ ને ધક્કા મારતા હોવાના ફોટો વિડ્યો વાયરલ થયા હતા આ અંગે દર્દી સહિતના લોકોમાં ચર્ચા એ જોર પકડ્યું છે કે એમ્બ્યુલન્સ સેવા સુધારશે કે આમ નામ રહેશે તેવી ચર્ચા જાગી છે જોવાનું એ છે કે સિવિલ હોસ્પિટલમાં આ અંગે શું પગલાં લેશે કે ફરી પાછા ઢાંક પછાડા કરશે તે પર સૌવ કોઈ નજર રાખી છે

