Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; New Zealandને ૫ વિકેટે હરાવ્યું

    November 4, 2026

    ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    Suratમાં કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ મળ્યું, ૩ કિમી દૂર રેલવે ટ્રેક પરથી માથું મળી આવ્યું!

    November 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; New Zealandને ૫ વિકેટે હરાવ્યું
    • ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ
    • Suratમાં કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ મળ્યું, ૩ કિમી દૂર રેલવે ટ્રેક પરથી માથું મળી આવ્યું!
    • Rajkotની સેન્ટ્રલ સહિત સૌરાષ્ટ્રની જેલોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરાયું
    • લોકશાહીમાં બદલો નથી, બદલો નથી; જનતા નિર્ણય લે છે, CM Yogi Adityanath
    • “જો આપણે પંજાબ જીતીશું, તો આપણે ભારત જીતીશું,” Mallikarjun Khargeએ રાહુલ ગાંધી સમક્ષ ગર્જના કરી
    • CM Ashok Gehlot ૨૪ કલાકની અંદર પુરાવા આપવા અથવા માફી માંગવા માટે અલ્ટીમેટમ આપ્યું
    • ભગવાન કૃષ્ણ પરની ટિપ્પણીઓથી દુઃખી થયેલા કથાકાર Dhirendra Shastri વિરુદ્ધ ફરિયાદ કરવા સપા નેતાઓએ એસએસપીનો સંપર્ક કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; New Zealandને ૫ વિકેટે હરાવ્યું
    ખેલ જગત

    પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; New Zealandને ૫ વિકેટે હરાવ્યું

    Vikram RavalBy Vikram RavalNovember 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Auckland, તા.૪

    ભારતે New Zealand સામેની પાંચ મેચની વનડે સિરીઝની શરૂઆત જીત સાથે કરી છે. બુધવારે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતીય ટીમે ડકવર્થ-લુઈસ-સ્ટર્ન (ડ્ઢન્જી) પદ્ધતિ હેઠળ ન્યૂઝીલેન્ડને ૫ વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરતાં ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે વિરાટ કોહલીએ ૫૧ બોલમાં ૭૪ રનની આક્રમક ઇનિંગ્સ રમી ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

    ટોસ જીતીને ભારતીય કેપ્ટને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ આ નિર્ણયને યોગ્ય સાબિત કરતાં ન્યૂઝીલેન્ડના બેટ્‌સમેનોને મોટો સ્કોર નોંધાવતા અટકાવ્યા હતા. કિવી ટીમ ૪૦.૨ ઓવરમાં ૧૮૫ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

    ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર ટિમ સાઇફર્ટે ૩૮ રન બનાવ્યા હતા. તેણે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. બ્લેયર ટિકનરે ૩૪ રનનું યોગદાન આપ્યું હતું. જોકે, ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શન સામે અન્ય બેટ્‌સમેનો લાંબી ઇનિંગ્સ રમી શક્યા નહોતા. ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.

    ૧૮૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. પ્રથમ જ ઓવરમાં રોહિત શર્મા ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. જોકે, ત્યારબાદ વિરાટ કોહલી અને શુભમન ગિલે જવાબદારી સંભાળી હતી. બંને બેટ્‌સમેનોએ બીજી વિકેટ માટે ૧૧૩ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. શુભમન ગિલે ૫૬ બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી ૩૭ રન બનાવ્યા હતા. બીજી તરફ કોહલીએ માત્ર ૫૧ બોલમાં ૧૩ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૭૪ રન ફટકારી ન્યૂઝીલેન્ડના બોલરો પર દબાણ ઊભું કર્યું હતું.

    ગિલ આઉટ થયા બાદ વિરાટ કોહલી પણ પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ અક્ષર પટેલ માત્ર બે બોલ રમીને આઉટ થયો હતો. ભારતે ૧૨૪ રનના સ્કોરે ચોથી વિકેટ ગુમાવી હતી. આગળ શ્રેયસ અય્યર પણ ૧૫ રન બનાવી આઉટ થયો હતો. આમ, ૧૩૬ રનના સ્કોરે ભારતે પાંચમી વિકેટ ગુમાવી હતી. જોકે, ત્યારબાદ કેએલ રાહુલ અને નમન ધીરે સંયમપૂર્વક બેટિંગ કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. મેચ દરમિયાન વારંવાર વરસાદ પડતાં રમતને અસર થઈ હતી. પરિણામે ડકવર્થ-લુઈસ-સ્ટર્ન પદ્ધતિ હેઠળ ભારતીય ટીમને ૩૨ ઓવરમાં ૧૪૩ રનનો સુધારેલો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ભારતે ૨૨.૫ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચની વનડે સિરીઝમાં વિજયી શરૂઆત કરી છે. અર્શદીપની ચાર વિકેટ અને કોહલીની અડધી સદી ભારતની જીતનાં મુખ્ય આકર્ષણ રહ્યાં હતાં.

    ભારતે વન-ડે સીરિઝની પાંચ મેચોમાંથી ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. હવે શ્રેણીની બીજી વન-ડે મેચ શનિવાર, ૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ વેલિંગ્ટન ખાતે યોજાશે. ત્યારબાદ ત્રીજી વન-ડે મંગળવાર, ૧૦ નવેમ્બરે હેમિલ્ટનમાં રમાશે. ચોથી અને પાંચમી વન-ડે મેચ માઉન્ટ મૌંગાનુઇ ખાતે અનુક્રમે શુક્રવાર, ૧૩ નવેમ્બર અને રવિવાર, ૧૫ નવેમ્બરના રોજ રમાશે. આ તમામ વન-ડે મેચો ભારતીય સમય મુજબ સવારે ૭ઃ૩૦ વાગ્યે શરૂ થશે. વન-ડે શ્રેણી પૂર્ણ થયા બાદ ટેસ્ટ શ્રેણીની શરૂઆત થશે, જેમાં પ્રથમ ટેસ્ટ મેચ ગુરુવાર, ૧૯ નવેમ્બરથી ૨૩ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન વેલિંગ્ટનમાં યોજાશે.

    New Zealand
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    જ્યારે હું સવારે ઉઠું છું, ત્યારે મને આશ્ચર્ય થાય છે કે હું આટલી મહેનત કેમ કરું છું: Sarfaraz Khan

    November 3, 2026
    ખેલ જગત

    Fakhar Zaman Kumar સંગાકારાની સદીની બરાબરી કરે છે, વિરાટ કોહલી યાદીમાં પ્રથમ સ્થાને

    November 1, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshi ટીમમાં પોતાનું સ્થાન સુરક્ષિત રાખવા માટે પોતાની બોલિંગ કુશળતા પર કામ કરી રહ્યો છે: બોલિંગ કોચે ખુલાસો કર્યો

    October 31, 2026
    ખેલ જગત

    Axar Patelનો ટી ૨૦ ક્રિકેટમાં ઐતિહાસિક બેવડો રેકોર્ડ, સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર બન્યો

    October 31, 2026
    ખેલ જગત

    Rashid Khanએ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, ૨૦૦ વિકેટ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો

    October 30, 2026
    ખેલ જગત

    રવિચંદ્રન અશ્વિન Hardik Pandya માટે કેકેઆરને આદર્શ ફ્રેન્ચાઇઝ તરીકે પસંદ કરે છે

    October 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,630
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,830
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹182,860
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-11-2026 20:26
    Categories
    Latest News

    ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    Suratમાં કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ મળ્યું, ૩ કિમી દૂર રેલવે ટ્રેક પરથી માથું મળી આવ્યું!

    November 4, 2026

    Rajkotની સેન્ટ્રલ સહિત સૌરાષ્ટ્રની જેલોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરાયું

    November 4, 2026

    લોકશાહીમાં બદલો નથી, બદલો નથી; જનતા નિર્ણય લે છે, CM Yogi Adityanath

    November 4, 2026

    “જો આપણે પંજાબ જીતીશું, તો આપણે ભારત જીતીશું,” Mallikarjun Khargeએ રાહુલ ગાંધી સમક્ષ ગર્જના કરી

    November 4, 2026

    CM Ashok Gehlot ૨૪ કલાકની અંદર પુરાવા આપવા અથવા માફી માંગવા માટે અલ્ટીમેટમ આપ્યું

    November 4, 2026
    Search
    Main News

    ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે: CM Yogi Adityanath

    November 3, 2026

    પુણેને નવી મેટ્રો ભેટ મળી, જો જૂની સરકાર રહી હોત, તો આપણે દાયકાઓ સુધી રાહ જોવી પડી હોત: Pm Modi

    November 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    Suratમાં કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ મળ્યું, ૩ કિમી દૂર રેલવે ટ્રેક પરથી માથું મળી આવ્યું!

    November 4, 2026

    Rajkotની સેન્ટ્રલ સહિત સૌરાષ્ટ્રની જેલોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરાયું

    November 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.