Rajkot તા.4
શહેરની માધાપર ચોકડી વોરા સોસાયટી પાછળ ઝુપડપટ્ટીમાં રહેતા વિરાભાઈ દેવાભાઈ પરમાર (ઉંમર વર્ષ 30) સાંજે 7 વાગ્યાં આસપાસ ઘરે હતા ત્યારે સામેવાળા જીતુભાઈ, રમેશભાઈ, અને ગણેશભાઈએ ઝઘડો કરી ધોકા વડે માર મારતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેના હાથમાંથી ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું.
પરિવારજનોએ જણાવ્યું કે, ઈજાગ્રસ્ત અને સામે વાળા બધા કુટુંબના જ સભ્યો છે. રમેશભાઈએ દારૂની કોથળી લેવા વિરાભાઈ પાસે રૂ. 50 માંગેલા. જે ન આપતાં ઝઘડો થયો હતો. પોલીસે આ અંગે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

