Mumbai,તા.04
મલાઈકા અરોરા પોતાનાથી ૧૯ વર્ષ નાના બિઝનેસમેન હર્ષ મહેતા સાથે ડેટિંગ કરી રહી હોવાની અટકળો વહેતી થઈ છે.
તાજેતરમાં મલાઈકાનો એક વિડીયો વાયરલ થયો છે. તેમાં તે હર્ષ સાથે હોવાનું જણાયુું છે. જોકે, મલાઈકાએ પોતા એ રિલેશનશિપ વિશે હજુ સુધી કોઈ ફોડ પાડયો નથી.મલાઈકા હાલ બાવન વર્ષની છે જ્યારે હર્ષ મહેતાની વય ૩૩ વર્ષ હોવાનું કહેવાય છે. તે ડાયમંડ બિઝનેસમાં હોવાનું કહેવાય છે. તે અને મલાઈકા એક પાર્ટીમાં મળ્યાં હતાં. તે પછી તેમનો પરિચય આગળ વધ્યો હોવાનું કહેવાય છે. મલાઈકાનો આ પહેલાંનો બોયફ્રેન્ડ એક્ટર અર્જુન કપૂર તેનાં કરતાં ૧૨ વર્ષ નાનો હતો.

