Karachi, તા.6
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તુર્કીયેમાં ઉચ્ચ સ્તરીય વાટાઘાટો ફરી શરૂ થવાની છે. બંને દેશો વચ્ચે અઠવાડિયાથી ચાલી રહેલા તણાવ બાદ થઈ રહી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વાટાઘાટો નિષ્ફળ જશે તો પરિસ્થિતિ યુદ્ધ તરફ દોરી શકે છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું કે, `જો વાટાઘાટો નિષ્ફળ જશે, તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે. અમારી પાસે અમારા વિકલ્પો છે. જેમ અમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેમ અમે તે જ રીતે જવાબ આપી શકીએ છીએ.’ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું આનો અર્થ યુદ્ધ છે, ત્યારે આસિફે જવાબ આપ્યો, `હા… ફક્ત યુદ્ધ.’
તાજેતરના અઠવાડિયામાં બંને દેશો વચ્ચે થયેલી અથડામણો પછી શાંતિ મંત્રણાનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. જોકે, બંધ દરવાજા પાછળ થયેલી ચર્ચાઓમાં બે મુખ્ય તારણો બહાર આવ્યા છે. પહેલા અમેરિકા અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલા કરવા માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે અને ઈસ્લામાબાદ તેને રોકવા માટે સંપૂર્ણપણે શક્તિહીન છે.
બીજું અફઘાન તાલિબાન અધિકારીઓ દાવો કરે છે કે, પાકિસ્તાન સેના, ફિલ્ડ માર્શલ આસિમ મુનીરના નેતૃત્વમાં વડાપ્રધાન શાહબાઝ શરીફની સરકારને બાયપાસ કરીને કાબુલ સાથે તણાવ વધારી રહ્યું છે.

