Mumbai,તા.06
મેડોક હોરર કોમેડી યુનિવર્સની ફિલ્મોને બોક્સ ઓફિસ પર શાનદાર રિસ્પોન્સ મળે છે. પછી ભલે તે શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ હોય કે વરુણ ધવનની ‘ભેડિયા’ હોય. હવે આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘થામા’ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. હવે આ વેમ્પાયર કોમેડી ફિલ્મ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક બનવા જઈ રહી છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન ચોંકાવનારું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.
આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘થામા’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડવાઈડ 191 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી ચૂકી છે. આ હોરર કોમેડી હવે 200 કરોડના પડાવ તરફ ઝડપથી આગળ વધી રહી છે અને 2025ની સૌથી મોટી હિટ ફિલ્મોમાંથી એક તરીકે પોતાનું સ્થાન પાક્કું કરી રહી છે.
ફિલ્મની બોક્સ ઓફિસ પર મજબૂત પકડ એ સાબિત કરી રહી છે કે મેડોક હોરર કોમેડી યુનિવર્સનો ક્રેઝ એકદમ વાસ્તવિક છે અને તેમાં કોઈ ઘટાડો થવાના સંકેત નથી દેખાઈ રહ્યા. ફિલ્મ ‘થામા’ 21 ઓક્ટોબર, 2025ના રોજ દિવાળીના તહેવારોમાં રિલીઝ થઈ હતી અને ભારત તથા ઈન્ટરનેશનલ બજારોમાં આ ફિલ્મ જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મ મેડોક સિનેમેટિક હોરર યુનિવર્સમાં ‘સ્ત્રી 2’ પછી બીજી સૌથી મોટી ઓપનર બની ગઈ છે. આયુષ્માન ખુરાના માટે ‘થામા’ તેની અત્યાર સુધીની સૌથી મોટી થિયેટર ઓપનર ફિલ્મ છે, જેણે ‘ડ્રીમ ગર્લ 2’ના કલેક્શનને પાછળ છોડી દીધું છે. આ ફિલ્મ છેલ્લા બે અઠવાડિયાથી થિયેટરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે અને મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન પર સારી ઓક્યુપન્સી જાળવી રાખી છે. ‘થામા’એ વર્લ્ડવાઈડ કુલ 191 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કરીને મેકર્સને ખુશ કરી દીધા છે.

