Mumbai,તા.06
શાહરુખ ખાનની ‘કિંગ’માં અભિષેક બચ્ચન તથા રાઘવ જુયાલ બંને નેગેટિવ રોલમાં હશે. ફિલ્મમાં શાહરુખના પાત્રને અલગ અલગ ટાઈમલાઈનમાં દેખાડાશે.
શાહરૂખ ખાન પુત્રી સુહાના માટે ‘કિંગ’ ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે. તેમાં શાહરુખના રોલ સંબંધિત ઘણી માહિતી રીલિઝ થઈ રહી છે પરંતુ સુહાનાના રોલ બાબતે કોઈ વિગતો અપાતી નથી. ફિલ્મમાં શાહરુખ અને દીપિકાના રોમાન્ટિક સીન્સ હશે તેવું ખુદ શાહરુખ ખાને પણ કન્ફર્મ કર્યું છે. ફિલ્મમાં અર્શદ વારસી, રાણી મુખરજી, અનિલ કપૂર સહિતના કલાકારોના નાના મોટા રોલ હશે. જોકે, રાણી મુખરજીની ભૂમિકા વિશે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો અપાઈ નથી.

