Mumbai, તા.૧૬
બોલિવૂડ પર ગેંગસ્ટરોનો ખૌફ! મુંબઈ છોડતા પહેલાં સ્ટાર્સે પોલીસને આપવી પડશે પ્રવાસની વિગતો, Y+ સુરક્ષા કવચ અપાયું. મુંબઈમાં ગેંગસ્ટરો તરફથી બોલિવૂડ કલાકારોને મળી રહેલી ધમકીઓ અને ગોળીબારની ઘટનાઓને પગલે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળતી ધમકીઓ બાદ મુંબઈ પોલીસે ફિલ્મી હસ્તીઓની સુરક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે. હવે મુંબઈની બહાર પ્રવાસે જતાં કલાકારોએ પોતાના પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ પોલીસને આપવો પડશે.મુંબઈમાં ગેંગસ્ટરો તરફથી બોલિવૂડ કલાકારોને મળી રહેલી ધમકીઓ અને ગોળીબારની ઘટનાઓને પગલે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળતી ધમકીઓ બાદ મુંબઈ પોલીસે ફિલ્મી હસ્તીઓની સુરક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે. હવે મુંબઈની બહાર પ્રવાસે જતાં કલાકારોએ પોતાના પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ પોલીસને આપવો પડશે. આ ઉપરાંત, જે શહેર કે સ્થળે કલાકાર જવાના હોય ત્યાંની સ્થાનિક પોલીસને અગાઉથી જાણ કરવામાં આવશે. કેટલાક મોટા સ્ટાર્સની સુરક્ષા રૂ+ કેટેગરી સુધી વધારવામાં આવી છે, જ્યારે તેમના પરિવારજનોની સુરક્ષા પણ મજબૂત બનાવવામાં આવી રહી છે.મુંબઈ પોલીસ દ્વારા બોલિવૂડ કલાકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે. આ વ્યવસ્થા હેઠળ મુંબઈની બહાર જવાનું આયોજન કરતા કલાકારોએ તેમના પ્રવાસની સંપૂર્ણ વિગતો પોલીસ સાથે શેર કરવાની રહેશે.કલાકાર કયા શહેરમાં જશે, કયા સ્થળે રોકાશે અને કેટલા સમય માટે પ્રવાસ કરશે તેની માહિતીના આધારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કલાકાર જે સ્થળે પહોંચે તે પહેલાં ત્યાં સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે અને જરૂરી પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવશે.મુંબઈ પોલીસ માત્ર મુંબઈ પૂરતી સુરક્ષા મર્યાદિત રાખવા માગતી નથી. જે શહેરમાં કોઈ સેલિબ્રિટી પ્રવાસે જવાના હોય ત્યાંની સ્થાનિક પોલીસને અગાઉથી જાણ કરવામાં આવશે.મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, કલાકાર સ્થાનિક પોલીસના અધિકારક્ષેત્રમાં રહે ત્યાં સુધી જરૂરી સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે વિવિધ રાજ્યો અને શહેરોની પોલીસ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.ગેંગસ્ટરો તરફથી મળતી ધમકીઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછા બે છ-ઙ્મૈજં કલાકારોની સુરક્ષા વધારીને રૂ+ કેટેગરીમાં કરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.આ ઉપરાંત, કેટલાક કલાકારોની સુરક્ષા કેટેગરીમાં ઔપચારિક ફેરફાર કર્યા વગર પણ વધારાના પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમના નિવાસસ્થાનો અને જાહેર સ્થળોએ અવરજવર દરમિયાન પણ સુરક્ષા વધારવામાં આવી રહી છે.પોલીસની સુરક્ષા વ્યવસ્થા હવે માત્ર કલાકારો પૂરતી સીમિત રહી નથી. ગેંગના ટાર્ગેટ લિસ્ટમાં હોવાની આશંકા ધરાવતા કલાકારોના પરિવારજનો અને નજીકના સહયોગીઓની સુરક્ષા પણ વધારવામાં આવી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક કલાકારોના પરિવારના સભ્યોને ઠ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. એક અભિનેતાના નિવાસસ્થાને બુલેટપ્રૂફ સુરક્ષા માળખું પણ ઊભું કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર પાછળ ૧૮ ઓક્ટોબરે અભિનેતા ટાઈગર શ્રોફ સાથે બનેલી ગોળીબારની ઘટના પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

