Mumbai, તા.૧૬
સોનાક્ષી સિન્હાની ફેક તસવીરો વાયરલ કરનાર આરોપી ઝડપાયો, કોર્ટે ગેરકાયદેસર અટકાયત ગણીને કર્યો મુક્ત. બોલિવૂડની અભિનેત્રી સોનાક્ષી સિન્હાની ચેડાં કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના મામલામાં મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. સોનાક્ષી સિન્હાએ મુંબઈના બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે દિલ્હીના એક શખ્સે તેની ખોટી તસવીરો વાયરલ કરી છે. આ કેસમાં પોલીસે દિલ્હીના જગતપુરી વિસ્તારમાંથી આર્યન દીપક જૈન નામના શખ્સની ધરપકડ કરીને તેને મુંબઈ લાવ્યા હતા.બોલિવૂડની અભિનેત્રી સોનાક્ષી સિન્હાની ચેડાં કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના મામલામાં મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. સોનાક્ષી સિન્હાએ મુંબઈના બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે દિલ્હીના એક શખ્સે તેની ખોટી તસવીરો વાયરલ કરી છે.આ કેસમાં પોલીસે દિલ્હીના જગતપુરી વિસ્તારમાંથી આર્યન દીપક જૈન નામના શખ્સની ધરપકડ કરીને તેને મુંબઈ લાવ્યા હતા. પોલીસે કોર્ટમાં આરોપીના ઈલેક્ટ્રોનિક ડિવાઈસને ટ્રેસ કરવા માટે ૩ દિવસની કસ્ટડીની માગણી કરી હતી.પરંતુ, કોર્ટે પોલીસની દલીલો ફગાવી દીધી હતી અને આરોપીને મુક્ત કર્યો હતો. કોર્ટનું માનવું હતું કે પોલીસે આરોપીની ધરપકડ કરવામાં અને તેને દિલ્હીથી મુંબઈ લાવવામાં યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યું નથી. સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા વિના જ આરોપીને મુંબઈ લઈ આવવાને કારણે કોર્ટે આ ધરપકડને ગેરકાયદેસર ગણીને તેને રાહત આપી હતી.

