Washington, તા.૧૬
અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓમાં રિપબ્લિકન પાર્ટીના અત્યાર સુધીના સૌથી નિરાશાજનક પ્રદર્શન બાદ પાર્ટીના આંતરિક રાજકારણમાં મોટો વિસ્ફોટ થયો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પસંદ કરાયેલા ‘રિપબ્લિકન નેશનલ કમિટી’ (ઇદ્ગઝ્ર) ના અધ્યક્ષ જો ગ્રૂટર્સને હોદ્દા પરથી હટાવવા માટે પાર્ટીમાં જ આંતરિક બળવો શરૃ થઈ ગઈ છે. મિડટર્મ ચૂંટણીમાં અણધાર્યા પરાજય બાદ કમિટીના અસંતુષ્ટ જૂથે નેતૃત્વ પર સવાલો ઉઠાવીને અધ્યક્ષનું રાજીનામું માંગ્યું છે.ઇદ્ગઝ્ર ના અસંતુષ્ટ સભ્યોએ કેન્ટકીના નેતા કેસી ક્રોસબીનું સમર્થન કરીને તેમને અધ્યક્ષ બનાવવાની કવાયત હાથ ધરી છે. ક્રોસબીએ કમિટીને પત્ર લખીને મિડટર્મ ચૂંટણીના પરિણામોને ‘મોટો ઝાટકો’ ગણાવ્યા હતા અને ભૂલોની પ્રમાણિકતાથી સમીક્ષા કરવાની માગ કરી હતી. ટેનેસી અને વર્જિનિયા જેવા રાજ્યોના કમિટી સભ્યોનું કહેવું છે કે ટેક્સાસ અને સાઉથ કેરોલિના જેવા પાર્ટીના પરંપરાગત ગઢમાં થયેલી હાર બાદ જૂના નેતૃત્વને જાળવી રાખવું એ પાર્ટી માટે વિનાશક સાબિત થશે. વિરોધી જૂથે ઇદ્ગઝ્ર ના નાણાકીય ખર્ચાઓ પર પણ સવાલો ઉઠાવીને ફોરેન્સિક ઓડિટની માગ કરી છે.બીજી તરફ, આ આંતરિક વિરોધથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસ ભારે નારાજ થયા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્્રુથ સોશિયલ’ પર સ્પષ્ટતા કરતા જો ગ્રૂટર્સને પોતાના ‘સ્છય્છ યોદ્ધા’ ગણાવીને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. વ્હાઇટ હાઉસે બળવાખોર જૂથના નેતાઓને આકરી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો શિસ્તભંગ કરવામાં આવશે તો પાર્ટી તરફથી મળતી ફંડિંગ અને મદદ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવશે. આગામી જાન્યુઆરીમાં એરિઝોના ખાતે યોજાનારી બેઠકમાં અધ્યક્ષ પદને લઈને ભારે ઘર્ષણ થવાની શક્યતા સેવાઈ રહી છે.

