Colombia, તા.25
દક્ષિણ અમેરિકી દેશ કોલંબીયામાં અજાણ્યા બંદૂકધારીઓએ એક સુપર માર્કેટમાં ઘુસીને 25 જેટલા લોકોને `બાન’માં લઈ મોટી રકમની ખંડણી તથા સલામત જવા દેવાની માંગણી સાથે જબરો ડ્રામા સર્જી દીધો છે.
કોલંબીયાના કાર્ટીજના શહેરમાં સવારે 8 વાગ્યે સુપર માર્કેટની ભીડ વચ્ચે બંદૂકધારીઓ ઘુસ્યા હતા તથા લુટવાની કોશીશ કરી પણ કર્મચારીએ પેનીક બટન દબાવી દેતા લુંટારુઓએ પોલીસને ઘુસતી રોકવા 25 લોકોને વાનમાં લીધા હતા અને તેઓએ 20 લાખ ડોલર (રૂા.18 કરોડ) બે બખ્તરબંધ ગાડીમાં તથા સુરક્ષિત જવા દેવા માટે 130 કી.મી.ના માર્ગ પરથી પોલીસ હટાવવાની શરતો મુકી છે.
તેઓ અહી માફીયા-માદક દ્રવ્યોના ગઢ ગણાતા બેરેકલીના શહેર જવા માંગે છે. પહેલા 30 લોકોને બંધક બનાવ્યા હતા પણ પાંચ વૃદ્ધ મહિલાને મુક્ત કર્યા હતા. પોલીસ તથા સુરક્ષા કમાન્ડોએ પુરા સુપર માર્કેટને ઘેરી લીધુ છે તથા છતો પર સ્નીપર ગોઠવાયા છે. અહી સુપર માર્કેટમાં કમાન્ડો ઘુસે તે મોટી જાનહાનીનો ભય છે. સુપર માર્કેટના બેઝમેન્ટમાં પણ કેટલાક કર્મચારીઓ ફસાયા છે.
પોલીસના જણાવ્યા મુજબ આ લુંટારુમાં એક કેશવાન લુટીને નાસી રહ્યા હતા તેનો પોલીસે પીછો કરતા તેઓ સુપર માર્કેટમાં ઘુસી ગયા હતા અને પછી આ નવો ડ્રામા શરૂ થયો છે.

