Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ
    • China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન
    • પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’
    • 19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર
    • Vaibhav ની મેદાન પર “AI’ જેવી રમત : વર્લ્ડ રેકોર્ડની વણઝાર
    • જીતની તક સામે કેમ ડ્રોમાં સંતોષ? કેપ્ટન ગિલની રણનીતિ પર ઉઠ્યા સવાલ
    • IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું
    • IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»જીતની તક સામે કેમ ડ્રોમાં સંતોષ? કેપ્ટન ગિલની રણનીતિ પર ઉઠ્યા સવાલ
    ખેલ જગત

    જીતની તક સામે કેમ ડ્રોમાં સંતોષ? કેપ્ટન ગિલની રણનીતિ પર ઉઠ્યા સવાલ

    Vikram RavalBy Vikram RavalNovember 25, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા, 25

    16 ઓગસ્ટ 2021ના રોજ લોર્ડ્સ ટેસ્ટના છેલ્લા દિવસે વિરાટ કોહલીએ ટીમને આપેલો સંદેશ આજે પણ બધાને યાદ છે કે “આગામી 60 ઓવર સુધી સામેવાળી ટીમને મેદાન પર નરકનો અનુભવ થવો જોઈએ.” ઈંગ્લેન્ડ મેચ ડ્રો થાય તેમાં રાજી હતું, પરંતુ કોહલીને જીત સિવાય કશું જોઈતું નહોતું. તેમણે આક્રમક ફિલ્ડિંગ ગોઠવી, વિકેટ ખેરવવા સતત પ્રયાસ કર્યા અને બોલરોમાં જોશ ભર્યો, જેના લીધે ભારતે અંત સુધી લડીને યાદગાર જીત મેળવી. જો કોહલીએ માત્ર વિકેટ આવવાની રાહ જોઈ હોત તો આ શબ્દો માત્ર એક સામાન્ય પ્રેરણાદાયી વાક્ય બનીને રહી ગયા હોત.

    આ ઘટનાના લગભગ પાંચ વર્ષ પછી, 23 નવેમ્બર 2026ના રોજ વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ ડ્રો રહ્યા બાદ ભારત માત્ર એક નૈતિક જીત સાથે પાછી ફરી છે. હજુ એક કલાકની રમત અને 15 ઓવર બાકી હતી, ત્યારે શુભમન ગિલે યજમાન ટીમ સાથે હાથ મિલાવીને રમત પુરી કરવાનો નિર્ણય લીધો. ભારત જીત માટે દાવ લગાવી શકે તેમ હતું અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આશાઓ પણ જોખમમાં હતી, ત્યારે આ નિર્ણય સૌને અચંબો પમાડે તેવો લાગ્યો. આક્રમક ક્રિકેટ રમવાની વાતો વચ્ચે આ પગલું ટીમની સાચી માનસિકતા પર ગંભીર સવાલો ઉભા કરે છે.

    ગિલ જીતવામાં નિષ્ફળ :-
    મજબૂત સ્થિતિમાંથી જીત હાંસલ કરવામાં ગિલ નિષ્ફળ ગયો હોય તેવો આ બીજો બનાવ છે, જેનાથી તેની ટેસ્ટ કેપ્ટનશીપની તાકાત પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન લાગ્યું છે. ગિલને લાંબા સમયથી કોહલીનો વારસદાર માનવામાં આવે છે અને તેણે નંબર-4નો ક્રમ પણ સંભાળ્યો છે, પરંતુ પદ અને સ્પોન્સર મળવાથી કેપ્ટનશીપની સહજ સમજ આપમેળે આવી જતી નથી. અગાઉ શ્રીલંકા પ્રવાસમાં પણ ગિલ રક્ષણાત્મક બની ગયો હતો અને જીતવાની તક હાથમાંથી સરકી ગઈ હતી. વેલિંગ્ટનમાં પણ એ જ જૂની ખામી ફરી દેખાઈ હોય તેમ સ્પષ્ટ જણાયું.

    વેલિંગ્ટનમાં ગિલે યોગ્ય સમયે ઇનિંગ ડિક્લેર કરીને બોલરોને તક જરૂર આપી, પરંતુ ન્યૂઝીલેન્ડે ટક્કર આપવાનું શરૂ કર્યું ત્યારે આક્રમકતા ઓછી થઈ ગઈ. પિચ અને બોલની ભૂમિકા સાથે કીવી બેટરોના સંઘર્ષને પણ દાદ આપવી પડે, પરંતુ મેદાન પર ભારતની જરૂરી ઉતાવળ અને પરિણામ લાવવાની તત્પરતા ક્યાં ગઈ તે મોટો સવાલ છે. એક તબક્કે જ્યારે ટીમને મેદાન પર કેપ્ટનની જરૂર હતી ત્યારે ગિલ થોડા સમય માટે પેવેલિયનમાં પણ જતો રહ્યો હતો, જેનાથી દબાણ વધુ ઢીલું પડ્યું.

    જીતવાની હિંમત તૂટી :-
    રવિચંદ્રન અશ્વિને પણ એ વાત નોંધી કે મેદાન પર જરૂરી ઉતાવળ અને જીતવાનો વિશ્વાસ ખૂટતો હતો. ડેરિલ મિચેલ સાઈટ સ્ક્રીન સરખી કરવામાં સમય બગાડતો હતો અને ફિલ્ડરો સાથે હસી-મજાક કરતો હતો, જે કોહલીના સમયમાં જીતનો પીછો કરતી વખતે ક્યારેય જોવા નહોતું મળ્યું. સૌથી મોટી ચિંતા એ હતી કે ભારતની રમતમાં ન્યૂઝીલેન્ડને હારનો ભય ઊભો કરવાનો વિશ્વાસ દેખાતો નહોતો. ફિલ્ડરો બેટરોની નજીક જવાને બદલે દૂર ઊભા રહીને તેમને આરામથી રમવા દેતા હતા.

    ફિલ્ડરોની ગોઠવણી પર સવાલ :-
    દિનેશ કાર્તિકે પણ વિકેટની જરૂર હોય ત્યારે બાઉન્ડ્રી રોકવા માટે ફિલ્ડરોને પાછળ રાખવાની રણનીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. આજના બેટરો આસાનીથી સિંગલ્સ લઈને સ્ટ્રાઈક ફેરવી શકે છે, તેથી બાઉન્ડ્રી બચાવવાની ચિંતામાં મુખ્ય લક્ષ્ય એટલે કે વિકેટ લેવાનું ચૂકી ન શકાય. ગિલની રણનીતિએ ન્યૂઝીલેન્ડના બેટરોને પૂરતી મોકળાશ આપી દીધી. આઉટફિલ્ડમાં ખેલાડીઓ રાખવાથી બોલરની માનસિકતા પણ બચાવની બને છે કે હુમલાની તે પણ એક મોટો વિચારવાનો મુદ્દો છે.

    ટીમની પસંદગી પર પણ સવાલ :-
    વેલિંગ્ટન ટેસ્ટ માટે મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાને બહાર રાખવાના નિર્ણયે પણ ચર્ચા જગાવી છે, કારણ કે બંનેએ અગાઉ ઈંગ્લેન્ડ પ્રવાસમાં મેચ જીતાડનારું પ્રદર્શન કર્યું હતું. ક્રિસ શ્રીકાંતે પણ આ નિર્ણય પર નવાઈ વ્યક્ત કરી હતી કે સિરાજ અને જાડેજા જેવા અનુભવી ખેલાડીઓને કેમ પડતા મૂકવામાં આવ્યા. કોહલીની ટીમની એક સ્પષ્ટ ઓળખ હતી, જ્યારે ગિલની ટીમ હજુ પોતાની ઓળખ અને વિઝન ઘડી રહી છે. કેપ્ટન તરીકે ગિલે ટીમ મેનેજમેન્ટના નિર્ણયો વચ્ચે પોતાની સ્વતંત્ર છાપ અને નેતૃત્વની દિશા સ્પષ્ટ કરવી પડશે.

    ગિલને કોહલી જેવા બનવાની જરૂર નથી :-
    શુભમન ગિલ માટે વિરાટ કોહલી જેવું બનવું જરૂરી નથી, કારણ કે બંનેના સ્વભાવ અને નેતૃત્વની શૈલી અલગ છે. ગિલને વિરોધીઓ સાથે આમને-સામને આવવાની જરૂર નથી, પરંતુ પરિણામ ફેવરમાં હોય ત્યારે જોખમ લેવાની, વિકેટ માટે દબાણ જાળવવાની અને મેદાન પર પોતાની આગવી ઉતાવળ બતાવવાની જરૂર છે. શબ્દોની આક્રમકતા કરતાં મેદાન પરની કાર્યવાહી વધુ મહત્વની છે અને ગિલે પોતાના નેતૃત્વમાં આ જ ફેરફાર લાવવો પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે લડતી ટીમ 15 ઓવરને જતી કરે એ પરવડી શકે તેમ નથી.

    Captain Gill Virat-Kohli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું
    Next Article Vaibhav ની મેદાન પર “AI’ જેવી રમત : વર્લ્ડ રેકોર્ડની વણઝાર
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર

    November 25, 2026
    ખેલ જગત

    Vaibhav ની મેદાન પર “AI’ જેવી રમત : વર્લ્ડ રેકોર્ડની વણઝાર

    November 25, 2026
    ખેલ જગત

    IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું

    November 25, 2026
    ખેલ જગત

    Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

    November 24, 2026
    ખેલ જગત

    Hardik Pandya ગયા બાદ Mumbai Indians ની કમાન હવે કોના હાથમાં જશે

    November 24, 2026
    ખેલ જગત

    `કોવિડ કાળથી ઘણાં આગળ નીકળી ગયા છીએ, લાળ પરનો પ્રતિબંધ હટાવો’ : Shubman Gill

    November 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹105,127
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹96,296
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹119,908
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-11-2026 12:39
    Categories
    Latest News

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026

    19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર

    November 25, 2026

    Vaibhav ની મેદાન પર “AI’ જેવી રમત : વર્લ્ડ રેકોર્ડની વણઝાર

    November 25, 2026

    IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું

    November 25, 2026
    Search
    Main News

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ

    November 25, 2026

    પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો

    November 25, 2026

    Hyundai Motor India, Tata Motors, and Audi India કારના ભાવ વધારાની જાહેરાત કરી

    November 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.